- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ગુંડાગીરી અને લુખ્ખાઓનું હબ બની રહ્યું હોય તેવી પરિસ્થિતિ ગઈકાલે રાત્રે એક સીસીટીવી કેમેરામાં જોવા મળી હતી. એક શખ્સ દ્વારા ખુલ્લી છરી સાથે માથાકૂટ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચિંતાનું જોવા મળી રહ્યું છે.
ખંભાળિયાના મિલન ચાર રસ્તા નજીક અને પોલીસ ચોકીથી થોડે જ દૂર આવેલી એક હોટલ પાસે ગતરાત્રિના આશરે બારેક વાગ્યાના સમયે એક શખ્સ દ્વારા જાહેરમાં બખેડો કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ શખ્સ દ્વારા ખુલ્લી છરી દેખાડીને એક યુવાનને ડરાવતો ધમકાવતો વિડિયો નજીકના એક સીસીટીવી કેમેરામાં સંગ્રહિત થઈ ગયો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચિંતાની લાગણી જોવા મળી છે.
આ અંગે સ્થાનિકો દ્વારા વધુમાં જાણવા મળતી વિગત મુજબ આ શખ્સ દ્વારા આ અગાઉ પણ બે-ત્રણ સ્થળોએ માથાકૂટ કર્યાનું કહેવાય છે. ત્યારે આ પ્રકારે ગુંડાગીરી કરતા તત્વો સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે કે કેમ? તે બાબતે સુજ્ઞ નગરજનોની મીટ મંડાઈ છે.
- Advertisement -