જામનગરમાંથી રૂા. 50 હજારની લાંચ લેતાં ઝડપાયેલા એડવોક પીએસઆઇ જે.કે. રાઠોડની જામીન અરજી અદાલત દ્વારા રદ્ કરવામાં આવી છે.
ગત તા. 6 જૂનના રોજ કાલાવડ હાઇ-વે ઉપરથી એલસીબીની ટીમે બે વ્યક્તિનો દારૂનો કેસ ન કરવા પેટે રૂા. 50000ની લાંચ લેતાં પંચકોશી-એ ડિવિઝનના એડવોક પીએસઆઇ જે.કે. રાઠોડની ધરપકડ કરી હતી. આ કેસમાં પીેએસઆઇના રિમાન્ડની માગણી નામંજૂર થતાં જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. જ્યાંથી આરોપી પીએસઆઇ રાઠોડ દ્વારા સ્પે. એસીબી કોર્ટમાં જામીન અરજી કરી હતી.
સ્પે. એસીબી કોર્ટમાં જામીન અરજીનો કેસ ચાલતાં તપાસનીશ અધિકારી પીઆઇ ડી.વી. રાણાનું સોગંદનામુ તેમજ જિલ્લા સરકારી વકીલ જમનભાઇ ભંડેરીની દલીલોને અદાલતે ગ્રાહ્ય રાખી સ્પે. એસીબી જજ ચૌધરી દ્વારા પીએસઆઇ રાઠોડની જામીન અરજી રદ્ કરી હતી.