Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતકોરોનાના કારણે PSIની શારીરિક કસોટી મોકૂફ

કોરોનાના કારણે PSIની શારીરિક કસોટી મોકૂફ

- Advertisement -


ગુજરાતમાં કોરોનાની મહામારીની અસર સરકારી ભરતી પ્રક્રિયા પર પડી રહી છે. પી.એસ.આઈ કેડરની શારીરીક કસોટી એપ્રિલ-2021માં લેવામાં આવવાની હતી તેમ અગાઉ જણાવવામાં આવેલ હતું. જોકે કોવિડ-19ની પ્રર્વતમાન પરિસ્થિતીને ધ્યાને લઇ આ શારીરીક કસોટી હાલ પુરતી મોકૂફ રાખવામાં આવેલી છે. આ વાતની જાણકારી OJAS વેબસાઈટ પર આપવામાં આવી હતી અને હવે પછી નવો કાર્યક્રમ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે.

- Advertisement -

કોરોનાની મહામારીના કારણે પી.એસ.આઈની શારીરિક ભરતી પ્રક્રિયા એપ્રિલ મહિનામાં યોજાવાની હતી. જોકે પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવતા લાંબા સમયથી તે માટે તૈયારી કરી રહેલા ઉમેદવારોને થોડો વધારે સમય મળી રહેશે. જાણકારી મુજબ અંદાજે 4 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા. પી.એસ.આઈ કેડર ભરતી-2021ની વખતો વખતની સુચના માટે ભરતી બોર્ડની વેબસાઇટ https://psirbgujarat2021.in જોતા રહેવાની સલાહ આપવામાં આવેલી છે.

ગુજરાત પોલીસમાં કુલ 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટરની 202 જગ્યા છે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર (મહિલા) માટે 98 પદ છે. હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર (પુરૂષ) ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફીસર (પુરૂષ)18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિન હથિયારી મદદનીશ સબ ઇન્સપેક્ટર (પુરૂષ) 659, બિન હથિયારી મદદનીશ સબ ઇન્સપેક્ટર (મહિલા) 324 આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular