Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગર12 વર્ષ પહેલાંના લાંચ કેસમાં પીએસઆઇ અને કોન્સ્ટેબલને ચાર વર્ષની કેદ

12 વર્ષ પહેલાંના લાંચ કેસમાં પીએસઆઇ અને કોન્સ્ટેબલને ચાર વર્ષની કેદ

દારૂના કેસમાં જામીન ઉપર છોડવા માટે લાંચની માંગણી : મિત્રનું નામ નહીં ખોલવા અને સ્કુટર કબ્જે નહીં કરવા વધુ 30 હજારની માંગણી : પીએસઆઈ વતી કોન્સ્ટેબલ પાંચ હજારની લાંચ લેતા ઝડપાયો હતો

જામનગરમાં 12 વર્ષ પહેલાં લાંચ કેસમાં પોલીસ સબ ઈન્સ્પેકટર અને પોલીસ કોન્સ્ટેબલને અદાલતે ચાર વર્ષની જેલ સજાનો હુકમ કર્યો હતો.

- Advertisement -

કેસની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામના રાજેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા વિરૂધ્ધ જામનગરના પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દારૂ અંગેનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં જામીન ઉપર છુટવા માટે તત્કાલિન પીએસઆઈ દશરથસિંહ ભગુભા ઝાલાએ રૂા.15000 ની લાંચની માંગણી કરી હતી અને આ લાંચ પીએસઆઈના કહેવાથી પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ વાઢેરે રૂા.5000 ની લાંચ સ્વીકારી હતી અને બાકીની રૂા.10000 ની લાંચની રકમ આપવાનો વાયદો કર્યો હતો. તેમજ આ દારૂ કેસમાં રાજેન્દ્રસિંહના મિત્ર જુવાનસિંહ તેજુભા રાઠોડનું નામ સહઆરોપી તરીકે નહીં ખોલવા અને સ્કુટર કબ્જે નહીં કરવા માટે રૂા. 30000 ની લાંચની માંગણી કરવામાં આવી હતી.

આ લાંચની માંગણી સંદર્ભે ગત તા.31/10/2012 લાંચ-રૂશ્વત વિરોધી શાખા-રાજકોટમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે એસીબીની ટીમે પોલીસ કર્મચારીને લાંચ લેતા ઝડપી લીધો હતો. અને ત્યરાદ રપકડ કરી જેલ વાલે કરવામાં આવ્યાં હતાં. આ કેસ જામનગરની સ્પેશિયલ અદાલતના ન્યાયમૂર્તિ વી કી અગ્રવાલ સમક્ષ ચાલી જતાં સરકાર તરફના સ્પેશિયલ એપીપી હેમેન્દ્ર મહેતાની દલીલોને ગ્રાહ્ય રાખી બંને પોલીસ કર્મી આરોપીઓને ચાર વર્ષની જેલની સજા અને દંડનો હુકમ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular