જામનગરની જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે વરણી થનાર છે. આ પહેલાં જાન્યુઆરીમાં ડીકેવી કોલેજ ખાને મતદાન યોજાયું હતું અને અમુક બેઠકો બિનહરીફ થઈ હતી. દરમિયાન એક વેપારીના અવસાન બાદ તે વિભાગોની ફરીથી ચૂંટણી કરવામાં આવી હતી. આજે પ્રાંત અધિકારી દ્વારા સેવા સદન ખાતે ચેરમેનની વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના સહકારી બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી આજે પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવશે. આ ચૂંટણીમાં રાજકારણીઆ અને ઉદ્યોગજગતના મોટા માથાઓ વચ્ચે પદની ખેંચતાણમાં છેલ્લી ઘડીના પ્રયાસો ચાલી રહ્યા છે. કોંગે્રસ-ભાજપા પ્રેરિત જૂથો 14માંથી 9 મતો અંકે કરવા મથી રહ્યા છે. જેમાં અપક્ષના 4 મતો મહત્વના સાબિત થશે. 2020 ના અંતમાં જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંકની ચૂંટણી જાહેર થયા બાદ જાન્યુઆરી 2021 માં ડીકેવી કોલેજ ખાતે મતદાન યોજાયું હતું. જે પહેલાં અમુક વિભાગોની બેઠકો બિનહરીફ થઈ હતી. દરમિયાનમાં એક વેપારી અગ્રણીનું અવસાન થતાં તેઓ જે ત્રણ વિભાગમાંથી ચૂંટણી લડી રહ્યા હતાં તે વિભાગોની ફેર ચૂંટણી કરવામાં આવી હતી. ત્યારબાદ લાંબા સમયથી હોદેદારોની નિમણૂંક માટે ચૂંટણી યોજવાની બાકી હોવાથી શહેર પ્રાંત અધિકારી આસ્થા ડાંગર દ્વારા આજે સેવા સદનના સભાખંડ ખાતે બેંકના ચેરમેન, વાઈસ ચેરમેનના પદો માટે ચૂંટણી જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયા બાદ ચેરમેન તરીકે પી એસ જાડેજા અને વાઈસ ચેરમેન તરીકે રાજુ વાદી તથા એમડી તરેક લુણાભા અને એપેકસ બેંકના ચેરમેન તરીકે મુળુભાઈ બેરાની વરણી કરવામાં આવી છે.