Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકોરોના મહામારીમાં રાજ્ય સરકાર નિષ્ફળ હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન

કોરોના મહામારીમાં રાજ્ય સરકાર નિષ્ફળ હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન

હોસ્પિટલમાં પુરતા બેડ, ઓક્સિજન, વેન્ટીલેટર તેમજ વેક્સિનના પુરતા ડોઝની વ્યવસ્થા કરવા માંગણી

- Advertisement -

સમગ્ર ભારતમાં કોરોના સંક્રમણ વધવાની સાથે પરિસ્થિતિ બેકાબુ બની રહી છે. સરકારના અણઘડ વહીવટના કારણે દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનનો અભાવ સર્જાઇ રહ્યો છે. ત્યારે કોરોના મહામારી સામે જનતાને સહાયરૂપ થવા અને વિવિધ પ્રશ્ર્નોનું વ્હેલીતકે નિરાકરણ લાવી લોકોને પુરતી સારવાર મળે તે માટે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું.

- Advertisement -

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના અણઘડ વહીવટ અને સંકલનનો અભાવ તેમજ ખોટી નીતિઓને કારણે લોકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યાં છે. ગુજરાતમાં હાલમાં પણ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. આ અણઘડ વહીવટને કારણે દરેક હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં બેડની વ્યવસ્થા કરવી, હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં ઓક્સિજન તથા વેન્ટિલેટરની વ્યવસ્થા કરવી, આરટીપીસીઆર ટેસ્ટ કીટ આપી 24 કલાકમાં ટેસ્ટીંગ રિપોર્ટ આપવા, રેમેડિસિવર તથા અન્ય ઇન્જેકશન અને દવાની વ્યવસ્થા કરવી. વેક્સિનેશન કાર્યક્રમ માટે પુરતા ડોઝની વ્યવસ્થા કરવી, હોસ્પિટલમાં મેડિકલ, પેરામેડિકલ સ્ટાફની પુરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવી, પીએચસીમાં 25 બેડ અને સીએચસીમાં 50 બેડની વ્યવસ્થા કરવી તથા તેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે તેમજ પોઝિટિવ આવતાં દર્દીઓને હોમ આઇસોલેશનની જગ્યાએ સરકારની સીધી દેખરેખ હેઠળ રાખવા સહિતના મુદ્ા અંગે જામનગર કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો અને આ મુદ્ાઓ અંગે સરકારની નિષ્ફળતાના આક્ષેપ સાથે ઉપરોક્ત મુદ્ાઓને તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા માંગણી કરાઇ હતી.

આ તકે જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા), વિરોધપક્ષ નેતા અલ્તાફ ખફી, ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા, કોર્પોરેટર અસ્લમ ખીલજી, કરણદેવસિંહ, યુવક કોંગ્રેસના તૌસિફખાન પઠાણ સહિતના કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહી સોશ્યલ ડિસ્ટન્સ સાથે બેનરો દર્શાવી, સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સરકાર લોકોના આરોગ્યલક્ષી કામ કરી ન શકે તો રાજીનામુ આપે : ધારાસભ્ય ચિરાગ કાલરીયા

- Advertisement -

આજરોજ જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા સરકાર વિરોધ દેખાવો કરવામાં આવ્યા હતાં. આ તકે લોકોને પુરતી આરોગ્ય સેવા ન મળતી હોવાના આક્ષેપ સાથે ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાએ જણાવ્યું હતું કે, સરકાર લોકોના આરોગ્યને લઇને કામગીરી ના કરી શકતી હોય તો રાજીનામુ આપવું જોઇએ અને રાષ્ટ્રપતિ શાસન લાગવુ જોઇએ. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યને આરોગ્ય માટેની મર્યાદીત ગ્રાન્ટને વધારીને 50 લાખ કરવામાં આવી છે. આ ગ્રાન્ટ તા. 1 એપ્રિલ સુધીમાં મળી જવી જોઇએ તે પણ હજૂ સુધી કોઇને મળી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular