જામનગરની જી. જી. હોસ્પિટલના રેસીડેન્ટ અને જુનિયર ડોકટરો હડતાલ ઉપર ઉતર્યા છે. નવી ભરતી ન કરવામાં આવતા જુનિયર ડોકટરો પર કામનું ભારણ વધ્યું છે તેના પરિણામે તેમના અભ્યાસ ઉપર પર અસર પડી રહી છે. જેના વિરોધમાં નિવાસી ડોકટરો દ્વારા આંદોલનનો પ્રારંભ કર્યો છે. જેના પગલે જામનગરમાં પણ જી. જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા જૂનીયર ડોકટરો દ્વારા ગઈકાલે રાત્રિના સમયે મીણબતી પ્રગટાવી વિરોધ પ્રદર્શન કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ત્રણ દિવસથી જૂનીયર તબીબો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રથમ દિવસે હડતાલ કરી ત્યારબાદ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યા બાદ ગઈકાલે જી. જી. હોસ્પિટલના પટાંગણમાં રેસીડેન્ટ તબીબોએ મીણબતી પ્રગટાવી વિરોધ વ્યકત કર્યો હતો અને સરકારને ઢંઢોળવા પ્રયાસ કર્યો હતો.