Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરએલઆઇસી એજન્ટોના કમિશનમાં ઘટાડાનો વિરોધ

એલઆઇસી એજન્ટોના કમિશનમાં ઘટાડાનો વિરોધ

જામનગર સહિત રાજ્યભરમાં એલઆઇસી એજન્ટો દ્વારા ધરણાં-પ્રદર્શન : મેડિકલેઇમનો લાભ 4 થી 5 વ્યક્તિના પરિવારને આપવા તથા નિવૃત્તિ બાદ પેન્શન આપવા સહિતની માગણી

- Advertisement -

એલઆઇસીના વિમા એજન્ટોને પ્રિમિય પર આપવામાં આવતું કમિશન 35 ટકાથી ઘટાડીને માત્ર 20 ટકા જ કરી નાખવામાં આવતાં જામનગર સહિત રાજ્યભરના વિમા એજન્ટો દ્વારા ગઇકાલે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જામનગરમાં પણ મોટી સંખ્યામાં વિમા એજન્ટો એકત્ર થઇ દેખાવો યોજ્યા હતાં અને બેનરો બતાવી વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

જીવન વિમા નિગમને ધંધો આપતા વિમા એજન્ટોને અગાઉ 35 ટકાનું પ્રિમિયમ ઉપર કમિશન અપાતું હતું જે ઘટાડીને માત્ર 20 ટકા કરી નાખવામાં આવ્યું છે. જેનો એલઆઇસીના એજન્ટોમાં રોષ છવાયો છે. આ ઉપરાંત ઇન્સ્યોરન્સ રેગ્યૂલેટરી ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા વર્ષ 2013 અને 2016ના ગાળામાં બહાર પાડેલ ગેઝેટમાં દર્શાવ્યા પ્રમાણે જ તેમને કમિશન મળે તેવી વ્યવસ્થા કરવા માગણી કરવામાં આવી છે. તેમજ અત્યારે એજન્ટોને બે જ વ્યક્તિનો મેડિકલેઇમ આપવામાં આવે છે. આ મેડિકલેઇમનો લાભ 4 થી 5 વ્યક્તિના પરિવારને આપવાની માગણી કરવામાં આવી છે. ઇન્સ્યોરન્સમાં વધારો કરવા, એજન્ટોને અત્યારે ગ્રેચ્યુઇટી તરીકે મહત્તમ રૂા. 3 લાખ અપાઇ છે. તે વધારીને 20 લાખ કરવા, નિવૃત્તિ બાદ પેન્શન મળે તેવી વ્યવસ્થા કરવા તેમના બાળકોના એજ્યુકેશન માટે એડવાન્સ રકમ આપવા સહિતની વિવિધ માગણીઓને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular