Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારગોરખડીમાં ખેડૂતના મકાનમાંથી લાખોની માલમતાની ચોરી

ગોરખડીમાં ખેડૂતના મકાનમાંથી લાખોની માલમતાની ચોરી

પોલીસકર્મીના ભાઈના ઘરમાં તસ્કરો ત્રાટકયા : બારીની ગ્રીલ તોડી ત્રણ લાખની માલમતા ચોરી ગયા : ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામજોધપુર તાલુકાના ગોરખડી ગામની સીમમાં આવેલા ખેતરના મકાનમાંથી અજાણ્યા તસ્કરોએ બારી તોડી રૂમમાં પ્રવેશ કરી કબાટની તીજોરીનો દરવાજો ઓજાર વડે તોડી તેમાં રાખેલા કપાસના વેંચાણના બે લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.3 લાખની માલમતાની ચોરીના બનાવમાં પોલીસે ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો વધતા જાય છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ તસ્કરોનો તરખાટ અવિરત રહેતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જામજોધપુર તાલુકાના ગોરખડી ગામની સીમમાં આવેલા લખમણભાઈ નાથાભાઈ નંદાણિયા નામના ખેડૂત યુવાનના ખેતરમાં ગત તા.16 ના રાત્રિના 11:30 થી તા.17 ના સવારના 06 વાગ્યાના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ વાડીમાં પ્રવેશ કરી રૂમની પાછળની બારી તોડી અંદર પ્રવેશી કબાટના દરવાજાનો ઉપરનો તથા નીચેનો ભાગ ઓજાર વડે ખોલી તેમાં રહેલી તિજોરીમાંથી કપાટના વેંચાણના આવેલા રૂા.2 લાખની રોકડ રકમ અને યુવાનના લગ્ન સમયે પત્નીને આપેલી બે નંગ સોનાની વીટી, બે નંગ સોનાની બુટી, એક નંગ સોનાની બુટીની છર તથા સોનાનો એક ચેઈન મળી કુલ રૂા.1 લાખની કિંમતના સોનાના પાંચ તોલાના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂા.3 લાખની માલમતા તસ્કરો ચોરી કરી ગયા હતાં.

બીજે દિવસે આ ચોરીની જાણ થતા લખમણભાઈ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પીએસઆઈ આર. એલ. ઓડેદરા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ગુનાશોધક શ્વાન તથા એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી. જાણવા મળતી વિગત મુજબ, ખેડૂત યુવાનનો ભાઇ પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular