Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરપ્રોપર્ટી ટેકસ માફી: માત્ર જાહેરાત, અમલ નહીં !

પ્રોપર્ટી ટેકસ માફી: માત્ર જાહેરાત, અમલ નહીં !

- Advertisement -

ગુજરાત સરકારે કોરોના સંક્રમણ અને આંશિક લોકડાઉનના કારણે આર્થિક ફટકો સહન કરી ચુકેલાં હોટેલ-રેસ્ટોરન્ટ-રિસોર્ટ તથા વોટરપાર્કના વ્યવસાયીઓને રાહત આપવા માટે વર્ષ 2021-22માં પ્રોપર્ટી ટેકસની સંપુર્ણ માફીની જાહેરાત કરી હતી. આ જાહેરાત ખુદ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. આ જાહેરાતને 21 દિવસ પૂર્ણ થઇ ગયા છે. આજની તારીખે જામનગર સહિતના મહાનગરોમાં કયાંય આ જાહેરાતનો અમલ શરૂ થયો નથી. કારણ કે, સરકારે હજૂ સુધી આ માટે નોટીફિકેશન જાહેર કર્યું નથી.

આ જાહેરાતના અમલ માટે રાજયના શહેરી વિકાસ વિભાગે નોટીફિકેશન જાહેર કરવાનું હોય છે. પરંતુ હજુ સુધી નોટીફિકેશન જાહેર થયું ન હોય આ પ્રકારના વ્યવસાયોને પ્રોપર્ટી ટેકસમાં માફી આપવા માટે કેવા પ્રકારની કાર્યપધ્ધતિ અપનાવી અને પાલિકા તથા પંચાયતોને આ નુકસાનીનું વળતર રાજયસરકાર દ્વારા કેવી રીતે ચુકવવામાં આવશે? તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના કારણે આ અંગેની તમામ જરૂરી ફાઇલો શહેરી વિકાસ વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલય વચ્ચે આમતેમ આથડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગત્ 7મી જુને આ જાહેરાત કરી હતી. આ સાથે એમ પણ કહેવામાં આવ્યું હતું કે, વિજબીલના ફિકસ ચાર્જમાંથી પણ મુક્તિ આપવામાં આવશે. શહેરી વિકાસ વિભાગ તથા ઉર્જા વિભાગ દ્વારા આ અંગે કોઇ જાહેરાત થઇ નથી. આ જાહેરાત પછી રાજય સરકારે મહાનગરપાલિકા પાસેથી તેમના વિસ્તારમાં આવા કેટલા એકમો આવેલા છે તેની વિગતો માંગી હતી. વિગતો મોકલી આપવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો ટેકસ વિભાગના વર્તુળોના જણાવ્યા પ્રમાણે જામનગરમાં પણ આ જ સ્થિતિ છે. જામનગર મહાનગરપાલિકા નોટીફિકેશનની રાહ જુએ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular