Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મિલકત વેરો નહીં ભરનાર 12 આસામીઓની મિલકતો જપ્ત

જામનગરમાં મિલકત વેરો નહીં ભરનાર 12 આસામીઓની મિલકતો જપ્ત

ત્રણ દિવસમાં 87.41 લાખની બાકી વેરાની સ્થળ વસૂલાત પણ કરવામાં આવી

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા ટેકસની બાકી વસુલાત માટે શહેરની 12 મિલકતો સીલ કરવામાં આવી છે. જ્યારે છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન 87.41 લાખની બાકી વેરાની સ્થળ વસૂલાત કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા માર્ચ મહિનો આવતા જ બાકી મિલ્કત વેરાની વસૂલાત ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. જે અંતર્ગત શહેરમાં ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં આવેલી શ્રીનાથજી બીલ્ડવેલ, ભોજવાણી બિલ્ડિંગમાં લક્ષ્મીદાસ સવજીભાઇ,ગ્રેઇન માર્કેટમાં ફકરુદીન તૈયબઅલી, બેડેશ્ર્વરમાં આદીનારાયણ વિરાન, સુપરમાર્કેટમાં કહાન કોમ્પ્યુટર કન્સલટન્સી, ભીમવાસ-1 મા દેવજી કારા ખીમસૂરિયા, ગ્રેઇન માર્કેટમાં ધિરજલાલ એન્ડ કાું., પંચમુખી શોપિંગ સેન્ટરમાં સ્વસ્તિક કન્સ્ટ્રકશન, કાનાભાઈ કંડોરિયા, નવી વાસ રણજીત રોડ પર મયુરટાઈમ્સ તેમજ પંચમુખી શોપિંગ સેન્ટરમાં જ્યોતિ ઈલેકટ્રીકલની મિલકતો સીઝ કરવામાં આવી છે. દરમિયાન છેલ્લાં ત્રણ દિવસમાં જામ્યુકોની વેરા વસૂલાત ટૂકડી દ્વારા કુલ રૂા.87,41,330 ની ટેકસની બાકી વસૂલાત સ્થળ ઉપર જ કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જામ્યુકોને મિલ્કત વેરા પેટે રૂા.56.51 કરોડની આવક થવા પામી છે. વસૂલાતની કામગીરી આસી. કમિશનર (ટેકસ) જીગ્નેશ નિર્મળ, ટેકસ અધિકારી જી.જે. નંદાણિયાના માર્ગદર્શન હેઠળ રીકવરી ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular