Monday, December 23, 2024
Homeરાજ્યહાલારના 5 સહિત રાજયના 10 નાયબ મામલતદારોને બઢતી

હાલારના 5 સહિત રાજયના 10 નાયબ મામલતદારોને બઢતી

રાજયના 32 મામલતદારોની બદલીના હુકમ : જામનગરના 4 અને દ્વારકાના 1 નાયબ મામલતદારને પ્રમોશન

- Advertisement -

ગુજરાત રાજયના મહેસૂલ વિભાગ દ્વારા રાજયમાં જુદાં-જુદાં સ્થળોએ ફરજ બજાવતાં 32 મામલતદારોની બદલીના હુકમ કરાયા છે. ઉપરાંત જામનગરના 4 અને દેવભુમી દ્વારકાના 1 સહિત 5 નાયબ મામલતદારોની મામલતદાર તરીકે બઢતી સાથે બદલીના ઓર્ડરો પણ કરવામાં આવ્યા છે.

- Advertisement -

રાજયના મહેસૂલ વિભાગ દ્વારા જુદાં-જુદાં જિલ્લાઓમાં ફરજ બજાવતા 32 મામલતદારોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. તેમજ રાજયના અન્ય પાંચ નાયબ મામલતદારોની બઢતી આપી મામલતદાર તરીકે બદલીના હુકમો કરવામાં આવ્યા છે. ઉપરાંત જામનગરમાં નાયબમામલતદાર તરીકે ફરજ બજાવતાં જી.પી.ભાયાણીને રાહત નિયામક કચેરી ગાંધીનગર ખાતે અને એમ.એસ.સાંબડને દ્વારકા કલેકટર કચેરીમાં તથા આર.એમ.રાવલને ગાંધીનગર મહેસૂલ તપાસણી કમિશનરની કચેરીમાં અને જે.એસ.મહેતાને જામખંભાળિયા તથા દેવભુમી દ્વારકાના એ.એલ.પરમારને જુનાગઢ શહેરમાં મામલતદાર તરીકે બઢતી સાથે બદલીના આદેશ કરવામાં આવ્યા છે. તેમના સ્થાને જુનાગઢના એચ.એ.દગીયાને દ્વારકા કલેકટર કચેરી, એન.સી.વ્યાસને જોડિયા મામલતદાર તરીકે, કે.જે.ભુવાને જાડા મામલતદાર, તથા ભાવનગરના બી.એન.રાજકોટીયાને લાલપુર મામલતદાર તરીકે બઢતી સાથે બદલીના આદેશ કરાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular