જામનગર જિલ્લા પોલીસવડા દ્વારા જામનગર શહેર-જિલ્લામાં ફરજ બજાવતા 13 પોલીસ કર્મચારીઓને બઢતીના હુકમો કરવામાં આવ્યાં છે. પોલીસ કર્મચારીઓની બઢતીથી પોલીસ પરિવારોમાં આનંદની લાગણી છવાઈ છે.
લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ની આદર્શ આચારસંહિતા પૂર્ણ થતા જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તથા પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતીના ઓર્ડર કરવામાં આવ્યા હતાં. જામનગર જિલ્લામાં કુલ 13 કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે. જેમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલમાંથી અનાર્મ એએસઆઈ તરીકે બઢતી મેળવેલ કર્મચારીઓમાં પોલીસ હેડકવાર્ટરના પ્રભાતસિંહ ગંભીરસિંહ જાડેજા, જામનગર સિટી બી ડીવીઝનના સરોજકુમાર દેવજીભાઈ પરમાર, જામનગર બેડી મરીન પોલીસ સ્ટેશનના કમલભાઈ કિશોરચંદ્ર માંધણ, જામનગર જિલ્લા એલઆઈબીના મહાવીરસિંહ રાશુભા જાડેજા, કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ગીરીરાજસિંહ ઈન્દ્રવિજયસિંહ જેઠવા, જામનગર પોલીસ હેડકવાર્ટરના વનરાજસિંહ બટુકભા જાડેજા તથા ભગીરથસિંહ વાઘુભા જાડેજાને એએસઆઇ તરીકે બઢતી અપાઈ છે.
આ ઉપરાંત અનાર્મ પોલીસ કોન્સ્ટેબલમાંથી અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી મેળવેલ કર્મચારીઓમાં જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના વસંતભાઈ હરીલાલ કણજારીયા, જામનગર સિટી બી ડીવીઝનના હિરેનકુમાર માંડાભાઇ ગાગીયા, કાલવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ગોપાલભાઈ રામજીભાઈ ચાવડા, જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના રંજના જીવાભાઈ વાઘને અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે તેમજ જામનગર સિટી એ પોલીસ સ્ટેશનના જયેન્દ્રસિંહ દિલીપસિંહ ચુડાસમા તથા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના માલદેવસિંહ ભરતસિંહ ઝાલાને આર્મ પોલીસ કોન્સ્ટેબલમાંથી આર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે.