Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયઆજે પાંચમા તબકકાના પ્રચાર ભૂંગળા બંધ

આજે પાંચમા તબકકાના પ્રચાર ભૂંગળા બંધ

સોમવારે 49 બેઠકો માટે મતદાન : 695 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો : પાંચમાં તબક્કામાં રાજનાથ - સ્મૃતિ - પિયુષ ગોયલ- રાહુલ ગાંધી - ઉમર અબદુલ્લા - લાલુપુત્રી - ઉજ્જવલ નિકમનું ભાવિ ઘડાશે

- Advertisement -

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ 20 મેના રોજ 49 બેઠકો પર મતદાન થવાનું છે. આ દિવસે 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 695 ઉમેદવારોનું ભાવિ ઊટખમાં સીલ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન રાયબરેલી, અમેઠી સહિત અનેક હાઈપ્રોફાઈલ સીટો પર પણ મતદાન થશે.લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 49 સીટો માટે પ્રચાર શનિવાર સાંજે સમાપ્ત થશે. આ તબક્કો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાહુલ ગાંધી અને સ્મળતિ ઈરાનીની પ્રતિષ્ઠા દાવ પર છે. 20 મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીની સાથે લખનૌ પૂર્વ વિધાનસભા પેટાચૂંટણી માટે પણ ચાર ઉમેદવારો મેદાનમાં છે.

- Advertisement -

આ તબક્કામાં મહારાષ્ટ્ર, બિહાર, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, લદ્દાખ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં મતદાન થશે. ઉત્તર પ્રદેશ (14 બેઠકો) લખનૌ, અમેઠી, રાયબરેલી, મોહનલાલગંજ, જાલૌન, હમીરપુર, બાંદા, કૌશામ્બી, ફતેહપુર, ગોંડા, બારાબંકી, કૈસરગંજ, ફૈઝાબાદ. 2019ની ચૂંટણીમાં ભાજપે આ 14માંથી 13 બેઠકો જીતી હતી. જ્યારે રાયબરેલી સીટ સોનિયા ગાંધીએ જીતી હતી.

રાહુલ ગાંધી પહેલીવાર આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ વાયનાડથી કોંગ્રેસના ઉમેદવાર પણ છે. અહીં તેમનો મુકાબલો ભાજપના દિનેશ પ્રતાપ સિંહ સાથે છે. 2019માં સોનિયા ગાંધીએ સિંહને 1.67 લાખ મતોથી હરાવ્યા હતા.

- Advertisement -

સ્મૃતિ ઈરાની અહીંથી સતત બીજી વખત સાંસદ બનવાનો પ્રયાસ કરી રહી છે. તેમની સ્પર્ધા ગાંધી પરિવારના વિશ્વાસુ અને કોંગ્રેસના નેતા કિશોરી લાલ શર્મા સામે છે. 2019માં ઈરાનીએ અહીંથી રાહુલ ગાંધીને 55,000 વોટથી હરાવ્યા હતા.કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ પર તેઓ અભિનેતામાંથી રાજકારણી બનેલા ભૂષણ પાટીલ સામે ટક્કર આપી રહ્યા છે. છેલ્લી ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના ગોપાલ શેટ્ટીએ કોંગ્રેસના ઉમેદવાર અને અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને 4.65 લાખ મતોથી હરાવ્યા હતા. ઓમર અબ્દુલ્લા અહીંથી નેશનલ કોન્ફરન્સ વતી ચૂંટણી લડી રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય આ બેઠક પરથી આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. તેમની સ્પર્ધા વર્તમાન સાંસદ રાજીવ પ્રતાપ રૂડી સામે છે, જેમણે અહીં સતત બે ચૂંટણી જીતી છે

રાજનાથ સિંહ લખનૌથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ માટે પ્રમાણમાં સુરક્ષિત ગણાતી આ બેઠક પર રાજનાથ સિંહનો મુકાબલો સમાજવાદી પાર્ટીના રવિદાસ મેહરોત્રા અને બસપાના સરવર મલિક સામે છે.

- Advertisement -

તાજેતરમાં વિવાદોમાં ફસાયેલા સાંસદ બ્રિજ ભૂષણ સિંહના પુત્ર કરણ ભૂષણ સિંહને ભાજપે અહીંથી ઉમેદવાર બનાવ્યો છે. તેઓ સપાના ભગતરામ મિશ્રા અને બસપાના નરેન્દ્ર પાંડે સામે ચૂંટણી લડી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અને વર્તમાન સાંસદ સાધ્વી નિરંજન જ્યોતિ ફરી ભાજપ તરફથી મેદાનમાં છે. તે આ બેઠક પરથી બે વખત જીતી ચુકી છે. અહીં તેમની સ્પર્ધા સમાજવાદી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર ઉત્તમ પટેલ સામે છે.

ભાજપે પોતાના ઉમેદવાર તરીકે પ્રખ્યાત સરકારી વકીલ ઉજ્જવલ નિકમને મેદાનમાં ઉતાર્યા છે. અહીં તેમની સ્પર્ધા મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ વર્ષા ગાયકવાડ સામે છે. છેલ્લી ચૂંટણીમાં આ સીટ પર ભાજપની પૂનમ મહાજને કોંગ્રેસની પ્રિયા દત્તને 1.30 લાખ મતોથી હરાવ્યા હતા. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના આ બેઠક પર શિવસેના સાથે સ્પર્ધા કરી રહી છે. આ સીટ પર શિંદેના પુત્ર અને વર્તમાન સાંસદ શ્રીકાંત શિંદે ખગજમાં રહી ચૂકેલા વૈશાલી દરેકર રાણે સામે ચૂંટણી લડી રહ્યા છે. 2019માં શિંદે 3.44 લાખ મતોથી જીત્યા હતા.

છેલ્લી ચૂંટણીમાં પક્ષોનું પ્રદર્શન કેવું રહ્યું? : આ 49 બેઠકોમાં એવી ઘણી બેઠકો છે જે ઘણા સ્થાનિક પક્ષોનો ગઢ માનવામાં આવે છે. જો આપણે 2019ની ચૂંટણીઓ પર નજર કરીએ તો કોંગ્રેસે આમાંથી માત્ર એક બેઠક એટલે કે રાયબરેલી જીતી હતી. જ્યારે ભાજપને 32 બેઠકો મળી હતી. 2014માં ભાજપે 27 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 2 બેઠકો મળી હતી. અત્યાર સુધીમાં ચાર તબક્કામાં કુલ 66.95% મતદાન થયું છે. ચૂંટણી પંચ એ ગુરુવારે જણાવ્યું હતું કે પ્રથમ ચાર તબક્કામાં લગભગ 45.1 કરોડ લોકોએ મતદાન કર્યું છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular