વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ જામનગર જિલ્લાના જામનગર શહેરના ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલીત બી.બી.એ./ એમ.બી.એ. કોલેજ (હરીયા કોલેજ), ઈન્દીરા માર્ગ, ઉદ્યોગનગરની પાસે, જામનગર ખાતે 200 મીટરની ત્રિજયાના વિસ્તારમાં તા.08/12/2022ના સવારના 05:00 થી ર4:00 કલાક સુધી ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી કોઈએ ભરવી નહી કે બોલાવવી નહી કે સરઘસ કાઢવું નહી અને એકઠા ન થવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેની જામનગરની તમામ જાહેર જનતાએ નોંધ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણવાયું છે.