Tuesday, December 24, 2024
HomeબિઝનેસStock Market Newsશેરબજાર જોખમી તબક્કામાં...!! ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્...!!!

શેરબજાર જોખમી તબક્કામાં…!! ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

વિશ્વને હચમચાવનાર કોરોના મહામારી ફરી માથું ઉંચકી રહી હોઈ ડેલ્ટા બાદ એનાથી પણ ખતરનાક ઝડપે ફેલાઈ રહેલો નવો આફ્રિકન કોરોના વેરીએન્ટ ઓમીક્રોન સાઉથ આફ્રિકામાં મળી આવ્યો હોવાના અને બોસ્તવાના, હોંગકોંગમાં આ કોરોના વાઈરસનો કેસો આવ્યા બાદ હવે ઈઝરાયેલમાં પણ આ નવા વેરીએન્ટના કેસો સામે આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક સ્તરે પણ ઓમીક્રોનના કેસો નોંધાતા દક્ષિણ આફ્રિકાથી આવતાં પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકવા લાગતાં વૈશ્વિક અર્થતંત્ર માટે ફરી મોટી ચિંતા ઊભી થતાં વૈશ્વિક બજારોમાં ફફડાટ વચ્ચે ગત સપ્તાહની શરૂઆતમાં ભારે વેચવાલીના દબાણે ભારતીય શેરબજારમાં પીછેહઠ નોંધાઈ હતી. ઉપરાંત ચાલુ માસમાં એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની પણ બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી.

જો કે, વિશ્વને હચમચાવનારા કોરોના વાઈરસના નવા ઓમિક્રોન સ્વરૂપને લઈ સાવચેતીથી વિપરીત વૈશ્વિક પોઝિટિવ અહેવાલો સાથે સ્થાનિક સ્તરે ભારતના આર્થિક પ્રોત્સાહક આંક, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બે દિવસીય મીટિંગના અંતે રેપો રેટ જાળવી રાખતા તેમજ દેશમાં આર્થિક વિકાસ વેગ પકડી રહ્યાના અને આગામી દિવસોમાં પણ વૃદ્વિ જળવાઈ રહેવાની અપેક્ષાએ સપ્તાહના અંતે ફંડોએ શેરોમાં ફરી આક્રમક તેજી કરી સેન્સેક્સને ૫૮૫૦૦ પોઈન્ટની સપાટી અને નિફટી ફ્યુચરે ૧૭૫૦૦ પોઈન્ટની સપાટી પાર કરી હતી.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ઓમિક્રોન કોરોનાવાઈરસ વેરિયન્ટના ભય વચ્ચે ગત સપ્તાહે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિએ સતત નવમી વખત રેપો રેટ ૪% તથા રિવર્સ રેપો રેટ ૩.૩૫% યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમપીસીએ એકોમોડેટિવ વલણ પણ જાળવી રાખ્યું હતું. વર્તમાન નાણાં વર્ષનો આર્થિક વિકાસ દરનો અંદાજ ૯.૫૦% યથાવત રાખી રિઝર્વ બેન્કે રિટેલ ફુગાવો ૫.૩૦ % રહેવા ધારણાં મૂકી છે. ઓકટોબર બેઠકમાં રિઝર્વ બેન્કે પોતાની હળવી નાણાં નીતિને ફરી સખત બનાવવાના સંકેત આપી દીધા હતા, પરંતુ કોરોનાના નવા વેરિયેન્ટને ધ્યાનમાં રાખી આરબીઆઈએ હળવી નાણાં નીતિ ચાલુ રાખવાની ફરજ પડી છે.

- Advertisement -

વર્ષ ૨૦૨૦માં કોરોનાને કારણે અર્થતંત્રમાં મંદીને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે ૨૨મી મેની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો, ત્યારબાદ વ્યાજ દરમાં કોઈ ફેરબદલ કરાયો નથી. અર્થતંત્રમાં મંદી અને આર્થિક પ્રવૃત્તિમાં થઈ રહેલા સુધારા, ખાસ કરીને ખાનગી ઉપભોગમાં વૃદ્ધિને નજરમાં રાખી લાંબા ગાળાની સજ્જડ રિકવરીને ટેકો પૂરો પાડવા નીતિવિષયક ટેકો પૂરો પાડવાનું આવશ્યક બની રહે છે, એમ દાસે જણાવ્યું હતું. ખાનગી ઉપભોગનું સ્તર હજુ પણ કોરોના પહેલાના સ્તર કરતા નીચું છે.

ભારતીય અર્થતંત્ર રિકવરીના પંથે છે પરંતુ નવા વેરિયેન્ટની વૈશ્વિક અસર સામે ભારતીય અર્થતંત્ર સામનો કરી શકે એમ નથી એમ દાસ બેઠક બાદ પત્રકારોને વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું હતું. વૈશ્વિક સ્તરે હાલમાં અર્થતંત્રો ખુલી રહ્યા છે આર્થિક પ્રવૃત્તિઓ કોરોના પહેલાના સ્તરે પહોંચી રહી છે. પરંતુ નવેસરના કોરોના વેરિયેન્ટ તથા પૂરવઠા સાંકળમાં ચાલુ રહેલી ખેંચે આઉટલુક સામે અનિશ્ચિતતા ઊભી કરી છે. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં દેશનો આર્થિક વિકાસ દર ૮.૪૦% રહ્યો હતો પરંતુ કોરોનાના નવા વેરિયેન્ટ રિકવરીને મંદ પાડી શકે છે, તેવી ચિંતા પ્રવર્તી રહી છે.

વૈશ્વિક સ્તરે ચીનના રિયલ્ટી સેક્ટરની ઋણ કટોકટી ગંભીર બની રહી છે કારણ કે એવરગ્રાન્ડ અને કૈસા ગ્રૂપ હોલ્ડિંગ કંપની અંદાજીત રૂ.૧૨,૦૦૦ કરોડના બોન્ડ પેમેન્ટમાં ડિફોલ્ટ થઇ છે. બંને ચાઇનીઝ રિયલ્ટી કંપનીનું આ પ્રથમ પેમેન્ટ ડિફોલ્ટ છે, જે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાની કથળી રહેલી સ્થિતિના સંકેત આપે છે. નોંધનીય છે કે, એવરગ્રાન્ડે ઉપર ૩૦૫ અબજ ડોલર અને કૈસા ઉપર ૧૨ અબજ ડોલરના બોન્ડનું દેવુ છે.

ગત સપ્તાહે ચીનની વધુ એક રિયલ્ટી કંપની સનશાઇન ૧૦૦ કંપની પણ ૧૭ કરોડ ડોલરના પેમેન્ટમાં ડિફોલ્ટ થઇ હતી. અલબત્ત એવરગ્રાન્ડે અને કૈસા દ્વારા સત્તાવાર રીતે પેમેન્ટ ડિફોલ્ટની ઘોષણા કરાઇ નથી, જેનું કારણ દેવાના પુનર્ગઠનની લાંબી પ્રક્રિયા હોઇ શકે છે. અંદાજીત ત્રણ મહિના પહેલા એવરગ્રાન્ડેની ૩૦૫ અબજ ડોલરની ઋણ કટોકટીના અહેવાલ બહાર આવ્યા હતા. એવરગ્રાન્ડે ચીનની સૌથી મોટી રિયલ્ટી કંપની અને વિશ્વની સૌથી વધુ દેવાદાર કંપની છે આથી તેના પતનની ડ્રેગન ઇકોનોમી પર ગંભીર પ્રતિકુળ અસર થવાની દહેશત છે ઉપરાંત વધુ એક વૈશ્વિક આર્થિક મંદી લાવી શકે છે.

બજારની ભાવી દિશા…. મિત્રો, સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો નવો વેરીયેન્ટ ઓમિક્રોન ઝડપથી પ્રસરતા આરોગ્યની સાથે સમગ્ર વિશ્વ મોટા આર્થિક સંકટમાં ફસાઈ જવાની દહેશત સહિતના અન્ય પ્રતિકુળ અહેવાલો પાછળ ભારત સહિત વિશ્વભરના શેરબજારો પર પ્રતિકૂળ અસર થવા પામી છે. આ સંજોગોમાં આગામી બજેટ સુધીમાં ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી સાથે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી શકે છે.

કોરોનાનો નવો વેરીયેન્ટ પ્રબળ બનતા વિશ્વના અનેક દેશો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અનેક દેશો દ્વારા પુન: લોકડાઊનનો માર્ગ અપનાવાયો છે. આ મુદ્દાને લઇને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વિશ્વના તમામ દેશોને અપાયેલી ચેતવણીની બજારનું માનસ ખરડાવાની સાથોસાથ વિદેશી સહીત તમામ રોકાણકારોમાં સાવચેતી જોવા મળી શકે છે. ઓમિક્રોનની ચિંતાની બીજી તરફ યુએેસ ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ રેપરીંગ વહેલુ કરવાના એટલે કે બોન્ડબાઇંગ પ્રોગ્રામ વહેલો અટકાવવાના આપેલા સંકોત, ક્રૂડના ભાવોની આગે કૂચ સહિતના અન્ય અહેવાલોની પણ વિશ્વભરના બજારો પર પ્રતિકૂળ અસર થવા પામી છે.

ઉદ્ભવેલ આ પ્રતિકૂળ સ્થિતિના કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારથી સતત દૂર થઇ રહ્યા છે. મારા મત મુજબ ઉભરતા બજારોમાં ભારત મૂલ્યાંકનની દ્રષ્ટિએ ટોચ ઉપર છે પરંતુ ઓમિક્રોન અને ફેડરલની પ્રતિકૂળતાએ ઊભરતા બજારોમાં આઉટફ્લો વધ્યો છે. જે જોતા આગામી બજેટ સુધીમાં ભારતીય શેરબજાર રેન્જબાઊન્ડ રહેશે અથવા તો ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળે તેવી શક્યતા છે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

INVESTMENT POINT WEEKLY

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૫૪૬ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૪૭૪ પોઇન્ટના પ્રથમ અને ૧૭૩૦૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૬૦૬ પોઇન્ટથી ૧૭૬૭૬ પોઇન્ટ, ૧૭૭૦૭ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૭૦૭ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

INVESTMENT POINT WEEKLY

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૭૨૩૫ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૩૬૬૭૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૭૪૭૪ પોઇન્ટથી ૩૭૬૦૬ પોઇન્ટ, ૩૭૮૦૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૮૦૮  પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) એચસીએલ ટેક્નોલોજી ( ૧૧૬૦ ) :- ટેક્નોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૭૭ થી રૂ.૧૧૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૨૦૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) ટાટા કેમિકલ ( ૯૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૧૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૯૦૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૬૩ થી રૂ.૯૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) એક્સિસ બેન્ક ( ૬૮૮ ) :- રૂ.૬૭૩ નો પ્રથમ તેમજ રૂ.૬૬૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૭૦૭ થી રૂ.૭૧૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) વિપ્રો લિમિટેડ ( ૬૪૨ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૫૬ થી રૂ.૬૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૬૨૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) ડાબર ઈન્ડિયા ( ૫૭૭ ) :- રૂ.૫૬૦ નો પ્રથમ તેમજ રૂ.૫૪૭ ના સ્ટોગ સપોર્ટથી પર્સનલ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૫૯૫ થી રૂ.૬૦૬ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) સન ટીવી નેટવર્ક ( ૫૪૩ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૫૨૫ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૫૬૩ થી રૂ.૫૭૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ગ્લેનમાર્ક ફાર્મા ( ૫૨૪ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૫૦૩ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૫૪૭ થી રૂ.૫૬૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) જિંદાલ સ્ટીલ ( ૩૯૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન એન્ડ સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૭૭ આસપાસ રોકાણકારે રૂ.૪૦૪ થી રૂ.૪૧૪ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૩૬૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૭૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૭૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૭૭૩ થી રૂ.૧૭૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ટાટા સ્ટીલ ( ૧૧૮૧ ) :- આ સ્ટોક રૂ.૧૧૪૭ નો પ્રથમ તેમજ રૂ.૧૧૨૭ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૨૦૨ થી રૂ.૧૨૨૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ઇન્ડસઇન્ડ બેન્ક ( ૯૪૮ ) :- ૯૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૯૧૯ નો પ્રથમ તેમજ રૂ.૮૯૮ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! બેન્ક સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૯૬૩ થી રૂ.૯૭૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) ઈન્ડીગો ( ૧૯૯૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૦૧૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૦૩૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૯૭૦ થી રૂ.૧૯૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૪૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) લાર્સન & ટુબ્રો ( ૧૮૭૪ ) :- રૂ.૧૮૯૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૦૯ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૮૬૦ થી રૂ.૧૮૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૯૧૯ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) લુપિન લિમિટેડ ( ૮૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૦૯ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૯૧૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૮૭૦ થી રૂ.૮૪૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૨૩ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) અશોક બિલ્ડકોન ( ૯૮ ) :- રોડ & હાઈવે સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૮ થી રૂ.૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) ટાઈમ ટેક્નોપ્લાસ્ટ ( ૭૩ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે પ્લાસ્ટિક પ્રોડક્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૬૬ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૭૭ થી રૂ.૮૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) માર્કસન્સ ફાર્મા ( ૬૩ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૪ નો પ્રથમ તેમજ રૂ.૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાર્મા સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૬૭ થી રૂ.૭૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) ટ્રાઈડન્ટ લિમિટેડ ( ૫૫ ) :- રૂ.૪૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૨ થી રૂ.૬૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૬૬ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૭૩૦૩ થી ૧૭૭૦૭ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular