રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ગત સપ્તાહે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ૦.૭૫%નો વધારો કરવામાં આવતાં અને હજુ વધારો કરવાના સંકેત સાથે અન્ય દેશોની સેન્ટ્રલ બેંકો ઈન્ડોનેશિયા તેમજ બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા પણ વ્યાજ દરમાં વધારાએ અને રશિયા દ્વારા ન્યુક્લિયર યુદ્વની ચીમકી વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે અમેરિકી ડોલર સામે વૈશ્વિક ચલણોના મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા ભારતીય રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે પહોંચતા ફંડોએ શેરોમાં નવી ખરીદીથી દૂર રહી વેચવાલ બન્યા હતા. આ સાથે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટી આવતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે રશિયા – યુક્રેનમાં યુદ્વ મોરચે ન્યુક્લિયર વોરનો ભય ઊભો થતાં પરિસ્થિતિ કથળવાના ફફડાટ વચ્ચે ફુગાવાની સ્થિતિ પણ અંકુશ બહાર જવાની શકયતાએ ફંડો દ્વારા સાવચેતીમાં ઉછાળે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
રૂપિયા સામે ડોલરના ભાવમાં ભારે ઉછાળો નોંધાતા રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે હતો પહોંચી ગયો હતો. અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ ૦.૭૫% નો વધારો કરવામાં આવતાં ભારત તેમજ વિશ્વભરના કરન્સી બજારમાં વ્યાપક અફડાતફડી સર્જાઈ હતી. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલર ઉછળતાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉછળી ૧૧૧ની સપાટી પાર કરી ૨૦ વર્ષની નવી ઉંચી ટોચને આંબી ગયો હતો. દરમિયાન, યુક્રેન યુદ્ધ પ્રશ્ને રશિયાએ ફરી આક્મક વલણ બતાવતાં અને અમેરિકામાં વ્યાજ વધ્યા પછી બ્રિટનમાં મળેલી મિટિંગમાં બેન્ક ઓફ ઈંગ્લેન્ડે પણ વ્યાજમાં ૦.૫૦%નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. અમેરિકામાં હવે પછી નવેમ્બર તથા ડિસેમ્બર માસમાં મળનારી બે મિટિંગોમાં મળીને વ્યાજમાં વધુ આંદાજીત ૧૨૫ પોઈન્ટની ૦.૭૫%ની વૃદ્ધી થવાની શક્યતા જોવાઈ રહી છે. હાલ વ્યાજ દર વધી ૩.૫% થયા છે. જે વર્ષના અંત સુધીમાં વધુ વધી ૪.૫૦% થઈ જવાની શક્યતા છે.
અમેરિકામાં વ્યાજ વધી ૨૦૦૮ પછીની નવી ટોચે પહોંચ્યા છે. બ્રિટનમાં પણ સતત સાત મિટિંગમાં વ્યાજ દર વધારાયા છતાં ડોલર સામે બ્રિટીશ પાઉન્ડ તૂટી ૧૯૮૫ પછીના નવા તળિયે ઉતર્યો છે. સ્થાનિક સ્તરે પણ આ વર્ષે અત્યાર સુધીના સમયગાળામાં રૂપિયામાં અંદાજીત ૮.૬૦%નું ધોવાણ થઈ ગયું છે, ઉપરાંત ફોરેક્સ રિઝર્વ ૧૨ મહિનામાં ૬૪૨.૪૦ અબજ ડોલરથી ઘટી ૫૫૦.૮૭ અબજ ડોલર થઈ ગયું છે. રિઝર્વ બેન્ક હવે ડોલર વેંચવામાં ધીમી નીતિ અપનાવી રહ્યા છે. રૂપિયો ગબડતાં તથા ડોલર ઉછળતાં હવે ફુગાવામાં વેગથી વૃદ્ધી થવાની શક્યતા છે. મોંઘવારી વધી છે તથા વધુ વધવાની ભીતિ છે ત્યારે આવા સંજોગોમાં ગત સપ્તાહે ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બેઠકમાં વ્યાજ દરમાં ૦.૭૫ બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો બાદ આગળ જતા પણ આ વધારો ચાલુ રાખવાના સંકેતે ડોલર ઉછળી રૂ.૮૨ થઈ જવાની શક્યતા જોવાઈ રહી છે.
મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જૂન ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૬,૫૯૯.૨૩ કરોડની ખરીદી, જુલાઇ ૨૦૨૨માં અંદાજીત રૂ.૧૦૫૪૬.૯૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૨માં અંદાજીત રૂ.૭૦૬૮.૬૩ કરોડની વેચવાલી તેમજ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૨૧૬૭.૬૪ કરોડની વેચવાલી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જૂન ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૮,૧૧૨.૩૭ કરોડની વેચવાલી, જુલાઇ ૨૦૨૨માં અંદાજીત રૂ.૬૫૬૭.૭૧ કરોડની વેચવાલી, ઓગસ્ટ ૨૦૨૨માં અંદાજીત રૂ.૨૨૦૨૫.૬૨ કરોડની ખરીદી તેમજ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૪૫૩.૮૬ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
બજારની ભાવી દિશા…. મિત્રો, દેશમાં ઓગસ્ટનો ફુગાવો ફરી વધીને આવતા રિઝર્વ બેન્ક પર વ્યાજ દરમાં વધારો કરવાનું દબાણ વધી ગયું છે. ગત સપ્તાહે ડોલર સામે રૂપિયો તૂટીને નવી નીચી સપાટીએ પહોંચતા ફુગાવાને લઈને રિઝર્વ બેન્કની ચિંતામાં વધારો થયો છે. દેશમાં વર્તમાન વર્ષમાં ચોમાસાની અનિશ્ચિતતાએ પણ ખરીફ ઉત્પાદન ઘટ જોવા મળવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ખાધાખોરાકીના ભાવ ઊંચે જઈ શકે છે. ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા પણ વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજ ઘટાડવામાં આવી રહ્યા છે. ૨૮ થી ૩૦ સપ્ટેમ્બરના નાણાં નીતિની સમીક્ષા બેઠકમાં આરબીઆઈ રેપો રેટમાં ૩૫થી ૫૦ બેઝિસ પોઈન્ટ સુધીનો વધારો કરશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
ફુગાવાને કાબુમાં લેવા તાજેતરમાં લેવાયેલા પગલાં ટૂંકા પડી રહ્યાનો મત પણ વ્યકત કરવામાં આવી રહ્યો છે. જુલાઈ માસમાં ૬.૭૧ની સરખામણીએ ઓગસ્ટનો રિટેલ ફુગાવો ૭% આવ્યો છે. સપ્ટેમ્બર માસનો ફુગાવો વધીને ૭.૪૦% આવવાનો એક અંદાજ મુકાઈ રહ્યો છે. એક તરફ ઊંચો ફુગાવો તથા બીજી બાજુ નબળા આર્થિક વિકાસ દર છતાં મારા મત મુજબ રિઝર્વ બેન્ક ફુગાવાને કાબુમાં લેવાના પગલાંને મહત્વ આપશે. વર્તમાન વર્ષના મે માસથી અત્યારસુધીમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં આંદાજીત ૧૪૦ બેઝિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ૭૫ બેઝિસ પોઈન્ટના વધારા બાદ હવે આગામી દિવસોમાં મળી રહેલી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિની બેઠક પર નજર સાથે દરેક ઉછાળે સવેચેતી યથાવત રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 17335 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 17474 પોઇન્ટના પ્રથમ અને 17606 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 17272 પોઇન્ટથી 17170 પોઇન્ટ, 17007 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 17606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 39609 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 40088 પોઇન્ટના પ્રથમ અને 40404 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 39303 પોઇન્ટથી 39009 પોઇન્ટ, 38808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 40404 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……
૧) આઈસીઆઈસીઆઈ બેન્ક ( 880 ) :- પ્રાઈવેટ બેન્ક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.868 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.850 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.898 થી રૂ.909 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.919 ઉપર તેજી તરફી ધ્યાન…!!!
૨) રામકો સિમેન્ટ્સ ( 727 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.707 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.696 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.744 થી રૂ.750 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
૩) ઓરબિન્દો ફાર્મા ( 520 ) :- રૂ.505 નો પ્રથમ તેમજ રૂ.490 ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.537 થી રૂ.550 સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
૪) કિર્લોસ્કર ઓઈલ એન્જીન્સ ( 230 ) :- ડીઝલ એન્જિન સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.244 થી રૂ.250 ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.218 નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
૫) મિન્દા કોર્પોરેશન ( 218 ) :- રૂ.202 નો પ્રથમ તેમજ રૂ.190 ના સ્ટોગ સપોર્ટથી ઓટો કોમ્પોનેન્ટ્સ & ઇક્વિપમેન્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.233 થી રૂ.240 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
૬) ઓરિયન્ટ સિમેન્ટ ( 134 ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.118 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.147 થી રૂ.160 ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
૭) રેમસન્સ ઈન્ડસ્ટ્રીઝ ( 266 ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.240 ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.278 થી રૂ.290 ના સંભવિત ભાવની શક્યતા છે…!!
૮) જેટીએલ ઈન્ફ્રા ( 220 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન એન્ડ સ્ટીલ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.208 આસપાસ રોકાણકારે રૂ.233 થી રૂ.250 ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.197 સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) વોલ્ટાસ લિમિટેડ ( 900 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.860 ના સપોર્ટથી ખરીદવાલાયક..!! એર કન્ડીશનર સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.923 થી રૂ.930 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!
૨) લુપિન લિમિટેડ ( 649 ) :- આ સ્ટોક રૂ.626 નો પ્રથમ તેમજ રૂ.616 ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.664 થી રૂ.670 સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે..!!
૩) વિપ્રો લિમિટેડ ( 394 ) :- 1000 શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.380 નો પ્રથમ તેમજ રૂ.363 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.404 થી રૂ.414 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!
૪) ઇન્ફોસિસ લિમિટેડ ( 1370 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1404 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.1417 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1333 થી રૂ.1317 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1430 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
૫) ગોદરેજ પ્રોપર્ટીઝ ( 1224 ) :- રૂ.1260 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1273 ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.1208 થી રૂ.1190 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.1290 ઉપર તેજી તરફી ધ્યાન… !!
૬) એક્સિસ બેન્ક ( 769 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.787 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.797 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.747 થી રૂ.730 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.808 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……
૧) જીનસ પાવર ( 81 ) :- અન્ય ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.88 થી રૂ.94 ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.73 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
૨) જેએમ ફાઈનાન્સિયલ ( 75 ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ઇન્વેસ્ટમેન્ટ કંપની સેક્ટરનાં આ સ્ટોકને રૂ.66 ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.79 થી રૂ.85 સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
૩) એલેમ્બિક લિમિટેડ ( 68 ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.60 નો પ્રથમ તેમજ રૂ.55 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.74 થી રૂ.80 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
૪) સ્પાઈસજેટ લિમિટેડ ( 41 ) :- રૂ.33 આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.47 થી રૂ.55 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.55 ઉપર તેજી તરફી ધ્યાન…..!!
નિફટી ફયુચર રેન્જ 17170 થી 17808 પોઇન્ટ ધ્યાને લેવી…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )