Sunday, December 22, 2024
Homeબિઝનેસડેરિવેટીવ્ઝમાં માર્ચ વલણના અંત પૂર્વે ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી…!!

ડેરિવેટીવ્ઝમાં માર્ચ વલણના અંત પૂર્વે ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૩.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૦૦૫૧.૪૪ સામે ૪૯૭૮૬.૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૯૧૨૦.૩૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૩૪.૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૭૧.૧૩ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૧૮૦.૩૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૮૩૨.૯૦ સામે ૧૪૭૩૩.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૫૩૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૭.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬૪.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૫૬૮.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કોરોનાની બીજી લહેરમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિતના રાજયોમાં મોટાપાયે કેસો વધવા લાગતાં આગામી દિવસોમાં અર્થતંત્ર પર માઠી અસરના એંધાણે ફરી બેન્કો – ફાઈનાન્સ કંપનીઓની નોન પરફોર્મિંગ એસેટ્સમાં જંગી વધારો થવાના અંદાજોએ ફંડોએ આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઓફલોડિંગ કરતાં ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોમાં વેચવાલીને અને અનેક નેગેટીવ પરિબળોને અવગણીને શેરોમાં અવિરત વિક્રમી તેજી કરનારા અને તેજીનો અતિરેક કરી મૂકનારા ફંડો, મહારથીઓએ આર્થિક મોરચે પીછેહઠ અને ફરી લોકડાઉનની પરિસ્થિતિના સંજોગોમાં દેશમાં બેરોજગારીમાં ચિંતાજનક વધારો થવાના અને મોદી સરકાર મોટા પડકારો આવી પડવાના એંધાણે આજે ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

- Advertisement -

કોરોના સંક્રમણમાં દેશના વિવિધ રાજયોમાં થઈ રહેલા ચિંતાજનક વધારાના પરિણામે ફરી મોટાપાયે લોકડાઉન લાગુ કરવા તરફ પરિસ્થિતિ સર્જાઈ રહી હોઈ એના પરિણામે દેશમાં બેરોજગારીની મોટી સમસ્યા સર્જાવાના અને અર્થતંત્ર માટે મોટું જોખમે ભારતીય શેરબજારમાં આજે ફંડો, મહારથીઓએ ઈન્ડેક્સ બેઝડ બે-તરફી ચાલ બતાવીને ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં માર્ચ વલણના અંત પૂર્વે તેજીનો વેપાર હળવો કરતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડ સાથે બંધ રહ્યું હતું.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, મેટલ, ઓટો, બેન્કેક્સ, ઈન્ડસ્ટ્રીયલ અને ફાઈનાન્સ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૧૪ અને વધનારની સંખ્યા ૮૪૧ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૦૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૨૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના મહામારીને પગલે ઠપ થયેલા ભારતીય અર્થતંત્રને વેગવંતુ કરવા માટે સરકારે લીધેલા પગલાંને પરિણામે દેશમાં આર્થિક પ્રવૃતિમાં વેગ આવ્યો હોવાથી ઓક્ટોબર ૨૦૨૦ પછી સતત પાંચમાં મહિને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલાત રૂ.એક લાખ કરોડને પાર રહી છે. આત્મનિર્ભર ભારત કાર્યક્રમ, લોન મોરેટોરિયમ સહિતના પગલાંથી આર્થિક ગતિવિધિને વેગ આપવાના સરકારના પ્રયાસોએ ભારતીય અર્થતંત્ર ‘વી’ શેપની રિકવરી સાથે ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ આ સમયગાળામાં જીએસટી કલેક્શન ઊંચું રહ્યું છે. ઉપરાંત એપ્રિલ – મે માસમાં ઈ વે બિલમાં નોંધાયેલા ઘટાડા છતાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ઈ-વે બિલની સંખ્યા પણ અગાઉના વર્ષની સમકક્ષ રહી છે.

કોવિડ – ૧૯ના સમયગાળામાં જૂન ત્રિમાસમાં ભારતનો જીડીપી -૨૪.૪% થઈ ગયો હતો. સતત બે ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્ર મંદીમાં સરકી ગયું હતું, ત્યારબાદ ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી સાધારણ વધીને ૦.૪%ની વૃધ્ધિ નોંધાવી હતી. કોરોના મહામારીના પગલે ૨૦૨૦-૨૧નું નાણાંકીય વર્ષ આર્થિક મોરચે ભારે અફડાતફડી ભર્યું પુરવાર થયું છે. જો કે, કોરોના મહામારી વચ્ચે પણ ભારતીય અર્થતંત્રની સાથે ભારતીય શેરબજારે પણ વિશ્વના આગેવાન શેરબજારોમાં શ્રેષ્ઠ દેખાવ દર્શાવ્યો છે. તા.૨૫.૦૩.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૪.૦૩.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૫૬૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૫૦૫ પોઈન્ટના પ્રથમ અને ૧૪૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૬૦૬ પોઈન્ટ થી ૧૪૬૮૬ પોઈન્ટ ૧૪૭૦૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૪.૦૩.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૩૪૦૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૦૦૩ પોઈન્ટના પ્રથમ અને ૩૨૮૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૩૫૭૫ પોઈન્ટ થી ૩૩૬૩૬ પોઈન્ટ, ૩૩૭૦૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૩૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • બાટા ઇન્ડિયા ( ૧૪૫૫ ) :- ફૂટવેર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૭૩ થી રૂ.૧૪૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૯૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૩૯૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૭૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટાટા સ્ટીલ ( ૭૦૭ ) :- રૂ.૬૮૬ નો પ્રથમ તેમજ રૂ.૬૭૬ ના બીજા સપોર્ટથી આર્યન & સ્ટીલ/ ઇન્ટરમ. પ્રોડક્ટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૨૨ થી રૂ.૭૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૫૬૮ ) :- બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૭૭ થી ૫૮૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૫૨૨ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૦૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેલિકોમ સર્વિસ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૩૦ થી રૂ.૫૩૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૦૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટિગ્રેટેડ ઓઈલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૩૩ થી રૂ.૨૦૧૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • માઈન્ડટ્રી લિમિટેડ ( ૧૯૮૨ ) :- રૂ.૨૦૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૦૨૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૯૬૦ થી રૂ.૧૯૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૩૨૩ ) :- કોમર્શિયલ વિહિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૦૩ થી રૂ.૧૨૯૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ટાટા કેમિકલ ( ૭૩૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમોડીટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૨૭ થી રૂ.૭૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ટીવી ( ૪૬૬ ) :- ૪૮૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૯૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૪૭ થી રૂ.૪૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૦૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular