રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૭.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૭૮.૭૬ સામે ૫૨૬૭૩.૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૧૮૦૨.૭૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૭૦.૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૫.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૪૪૩.૭૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૩૪.૬૫ સામે ૧૫૭૭૪.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૫૧૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૪.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૦૭.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે ચાઈનીઝ સરકાર દ્વારા એક તરફ આઈટી કંપનીઓ સામે કાર્યવાહી, પ્રતિબંધોના પગલાંએ ફોરેન ઈન્વેસ્ટરો ખાસ અમેરિકી ફંડોએ ચાઈના અને હોંગકોંગમાં પોતાના રોકાણને અંકુશિત કરીને મોટાપાયે વેચવાલી કર્યાના અહેવાલે વૈશ્વિક બજારોમાં સાવચેતીની અસર આજે સ્થાનિક બજાર પર પણ જોવા મળી હતી. યુ.કે. અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં કોરોનાની ત્રીજી લહેરમાં કેસો ફરી વધવા લાગતાં સ્થાનિક સ્તરે પણ કોરોનાના કેસો વધી રહ્યાના અહેવાલની નેગેટીવ અસરે ફંડોએ આજે સાવચેતીમાં સતત બીજા દિવસે ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી.
ભારતમાં ચોમાસાની સારી પ્રગતિએ આજે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી, જો કે ક્રુડ ઓઈલના ભાવોમાં અવિરત તેજીના નેગેટીવ પરિબળ સાથે કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિક પરિણામો પ્રમુખ કંપનીઓના અપેક્ષાથી નબળા આવતાં નેગેટીવ અસર અને ડેરિવેટીવ્ઝમાં જુલાઇ વલણના અંત પૂર્વે ફોરેન ફંડો – એફપીઆઈઝની શેરોમાં સતત વેચવાલીના પરિણામે ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડીના અંતે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૯ પોઈન્ટ વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧૧૯.૧૬ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ, મેટલ, ટેક, બેઝિક મટિરિયલ્સ અને કેપિટલ ગુડ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૮૨ અને વધનારની સંખ્યા ૧૪૧૯ રહી હતી, ૧૩૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૩૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાની બીજી લહેરએ ભારતના અર્થતંત્રને જબરદસ્ત અસર કરી છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) દ્વારા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, માર્ચ – મે માસ દરમિયાન કોરોનાની બીજી લહેરને કારણે ભારતની વૃદ્ધિની સંભાવના ઓછી થઈ ગઇ છે, અને બહાર આવતા પણ સમય લાગી શકે છે. રિપોર્ટમાં ભારત જેવી ઉભરતી અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓને ડાઉનગ્રેડ કરવામાં આવી છે. જ્યારે તે દેશોની અર્થવ્યવસ્થાને આશા સાથે જોવામાં આવી છે, જેમાં કોરોનાની રસીનું મોટા પ્રમાણમાં રસીકરણ થયું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે કોરોનાની બીજી લહેર પહેલા IMF ભારતની અર્થવ્યવસ્થાને આશા સાથે જોઈ રહ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં, IMFએ ભારતનો આર્થિક વિકાસ દર ૧૨.૫% સુધી પહોંચવાની આશા વ્યક્ત કરી હતી. જોકે, મે મહિનામાં કોરોનાની બીજી લહેર પછી, IMFએ તેમાં ૩%નો ઘટાડો કરીને વિકાસ દર ૯.૫% આશા વ્યક્ત કરી છે. આ સાથે જ નાણાકીય વર્ષ ૨૦૨૨ – ૨૩ માટેના વિકાસ દરનાં અનુમાનમાં ૧.૩૬નો વધારો કરાયો છે.
તા.૨૯.૦૭.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૨૮.૦૭.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૭૦૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૭૭૭ પોઈન્ટના પ્રથમ અને ૧૫૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૫૬૭૬ પોઈન્ટ થી ૧૫૬૩૬ પોઈન્ટ ૧૫૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૨૮.૦૭.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૪૫૭૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૩૪૨૭૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૬૭૬ પોઈન્ટ થી ૩૪૭૦૭ પોઈન્ટ, ૩૪૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- મુથૂત ફાઈનાન્સ ( ૧૫૪૪ ) :- ફાઈનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૦૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૬૦ થી રૂ.૧૫૭૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- એચડીએફસી બેન્ક ( ૧૪૨૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- ઓરબિંદો ફાર્મા ( ૯૨૦ ) :- રૂ.૯૦૯ નો પ્રથમ તેમજ રૂ.૮૮૮ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૩૩ થી રૂ.૯૪૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- બર્જર પેઈન્ટ ( ૮૫૦ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૬૪ થી રૂ.૮૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૩૦ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૪૭ થી રૂ.૭૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૬૦૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૮૮ થી રૂ.૧૫૭૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- બાટા ઇન્ડિયા ( ૧૫૯૧ ) :- રૂ.૧૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૧૬ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૭૭ થી રૂ.૧૫૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- ટાટા સ્ટીલ ( ૧૩૬૫ ) :- આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૯૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૫૦ થી રૂ.૧૩૩૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- ટેક મહિન્દ્ર ( ૧૧૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૫૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૧૭ થી રૂ.૧૧૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ ( ૭૩૮ ) :- ૭૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૬૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૨૨ થી રૂ.૭૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )