ભાણવડથી આશરે 10 કિલોમીટર દૂર મોરઝર ગામ ખાતે રહેતા સુભાષ વીરાભાઈ રાઠોડ તેમજ મહેશભાઈ લાલજીભાઈ પટેલ નામના બે શખ્સો દ્વારા સાથે મળીને આરોપી મહેશ લાલજીભાઈની વાડીની ઓરડીમાં છુપાવીને રાખવામાં આવેલી વિદેશી દારૂની 31 બોટલ તેમજ દારૂના 96 ચપટા મળી કુલ રૂપિયા 41,200 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. જો કે આ દરોડા દરમિયાન ઉપરોક્ત બંને આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા. જે અંગે ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
અન્ય એક કાર્યવાહીમાં મોરઝર ગામે રહેતા વિજય ઉગાભાઈ બગડા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે જુદી જુદી બ્રાન્ડની 65 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો હતો. આ દરોડામાં રૂપિયા 26,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. જેમાં રાણપર ગામના વેજા ભોરાભાઈ શામળા નામના શખ્સને સપ્લાયર તરીકે હાલ ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
ભાણવડ તાલુકાના ગડુ ગામના પાટીયા પાસે રહેતા રમેશ દેવાભાઈ મોરી નામના 19 વર્ષના શખ્સના કબજામાંથી પોલીસે રૂ. 1,600 ની કિંમતની ચાર બોટલ વિદેશી દારૂ કબજે કર્યો છે. આ પ્રકરણમાં સપ્લાયર એવા ગડુ ગામના લખમણ નારણભાઈ કંડોરીયાને હાલ ફરાર જાહેર કરાયો છે.