ખંભાળિયામાં સલાયા ફાટક પાસેથી કેફી પીળું દીધેલી હાલતમાં હોન્ડા મોટરસાયકલ પર નીકળેલા અત્રે હરસિધ્ધિ નગર ખાતે રહેતા સંજય તેરશીભાઈ બારીયા નામના 35 વર્ષના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.
દ્વારકાથી આશરે ત્રીસ કી.મી. દૂર કુરંગા ગામના પાટીયા પાસેથી પોલીસે ગત સાંજે કેફી પીણું પીધેલી હાલતમાં સ્વીફ્ટ મોટરકારમાં નીકળેલા જીલુભા અરજણભા માણેક નામના 27 વર્ષના શખ્સને ઝડપી લીધો હતો.
ઓખાના ગાંધી નગરી વિસ્તારમાં જકાતનાકા પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા વીસ હજારની કિંમતના સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ પર નીકળેલા સૂરજકરાડીના રહીશ અમિત જીવાભાઈ વેગડા (ઉ.વ. 26) ને સ્થાનિક પોલીસે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.