દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ટ્રાફિક નિયમન માટે ચોક્કસ સમયગાળામાં ભારે વાહનના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં અહીંના ધમધમતા જોધપુર ગેઈટ વિસ્તારમાં ટેન્કર લઈને આવેલા સમીર અબ્દુલભાઈ ઉનળ સામે ખંભાળિયા પોલીસે ગુનો નોંધ્યો હતો.
જ્યારે કોરોના અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ ખંભાળિયા તાલુકાના સલાયામાં જુનસ ઉર્ફે આરીફ અબ્દુલભાઈ, ભાણવડમાં મનીષ નારણભાઈ ભીલોટા અને દિનેશ ડાયાભાઈ સોલંકી સામે દ્વારકામાં ખેતાભા ડાડાભા માણેક, વિધાભા ડાડાભા માણેક, જસરાજભાઈ બોદાભાઈ ચાનપા અને મયુદ્દીન આમદ મનસુરી સામે જ્યારે કલ્યાણપુરમાં રાજુ અરજણભાઈ વાઘેલા, નિતેશ ડાયાભાઈ સોનગરા, ભાવેશ ઘેલુભાઈ આંબલીયા અને મોહનગર ચંદુગર રામદતી સામે અને મીઠાપુરમાં ઘેલુ કાનાભાઈ ચાનપા અને ડુંગરભા સામરાભા સુમણીયા સામે સ્થાનિક પોલીસે કલમ 188 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.