Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયઆ વર્ષે ચોમાસાના વહેલા આગમનની સંભાવના

આ વર્ષે ચોમાસાના વહેલા આગમનની સંભાવના

20મે બાદ કોઈ પણ સમયે કેરળમાં ચોમાસાની પધરામણીઆ વર્ષે ચોમાસાના વહેલા આગમનની સંભાવના

- Advertisement -

કેરળમાં ચોમાસું 20મે બાદ કોઈ પણ સમયે આવી શકે છે, આ વખતે 10 દિવસ વહેલું ચોમાસું આવશે. કેરળમાં ચોમાસાનું આગમન 1 જૂનની આસપાસ આવતું હોય છે. આઈઆઈટીએમના આધારે ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે. આ વર્ષે કેરળમાં ચોમાસાની શરૂઆત 20 મે બાદ થઈ શકે છે. તટીય રાજ્યમાં ચોમાસાની શરૂઆત સમયથી વહેલી જોવા મળશે.

- Advertisement -

મે 5-11, મે 12-18, મે 19-25 અને મે 26-1 જૂન માટે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.IITMના નિષ્ણાતોના અનુસાર કેરળમાં ચોમાસું જલ્દી શરૂ થઈ શકે છે. પૂર્વી મધ્ય બંગાળની ખાડીની ઉપર એક ચક્રાવાતી તોફાન આવી શકે છે. તેનાથી અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ પર ચોમાસાના પ્રવાહને મજબૂત કરવામાં મદદ મળવાની સંભાવના છે. મળતી માહિતિ અનુસાર વેધર સિસ્ટમની ત્રીજા અઠવાડિયાની આસપાસ ચોમાસાના પ્રવાહમાં વિઘ્ન આવવાની સંભાવના નથી કેમકે ત્યાં સુધી તે પોતાનો પ્રભાવ ગુમાવી દેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular