વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ડીપી (ડિસ્પ્લે પિક્ચર્સ) બદલ્યા છે. તેમણે પોતાના ડીપીમાં તિરંગાની તસવીર લગાવી છે. આ સાથે તેમણે દેશવાસીઓને પણ પોતાના ડીપીમાં તિરંગો લહેરાવાની અપીલ કરી છે.
વડાપ્રધાન મોદીએ ’હર ઘર તિરંગા’ અભિયાનને મજબૂત કરવા માટે પોતાના ડીપી બદલ્યા છે. ફેસબુક પર ડીપી બદલતા 5ીએમ મોદીએ લખ્યું હતું કે, ’આજે 2 ઓગસ્ટનો દિવસ ખાસ છે. એવા સમયે જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. આપણો દેશ ઇંફિૠવફઝિશફિક્ષલફ જેવા સામૂહિક આંદોલન માટે તૈયાર છે. મેં મારા સોશિયલ મીડિયા પેજ પર ડીપી બદલ્યા છે અને તમે બધાને તે કરવા વિનંતી કરૂં છું. પીએમ મોદીએ 31 જુલાઈના રોજ પોતાના કાર્યક્રમ ’મન કી બાત’ના 91માં એપિસોડમાં લોકોને પોતાની ડીપી બદલીને તિરંગો લહેરાવાની આપીલ પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમૃત મહોત્સવ અંતર્ગત 13થી 15 ઓગસ્ટ સુધી ’હર ઘર તિરંગા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, દેશવાસીઓને તેમના ઘરે તિરંગો ફરકાવવાની અપીલ છે. તિરંગો આપણને જોડે છે અને દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપે છે. તેવી જ રીતે 2થી 15 ઓગસ્ટ સુધી તમે સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર તિરંગો લગાવી શકો છો. આ દિવસ પિંગાલી વેંકૈયા નાયડુ સાથે પણ સંકળાયેલો છે. કારણ કે 2 ઓગસ્ટ એટલે કે આજે તેમની જન્મજયંતિ છે. ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે એટલે કેન્દ્ર સરકાર ’આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ ચલાવી રહી છે. આ અંતર્ગત ’હર ઘર તિરંગા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હર ઘર ત્રિરંગો અભિયાન અંતર્ગત 13થી 15 ઓગસ્ટ સુધી સતત 3 દિવસ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. સરકારે 20 કરોડ લોકોના ઘર પર તિરંગો ફરકાવવાનું લક્ષ્ય રાખ્યું છે.