“મન કી બાત” કાર્યક્રમ થકી નરેન્દ્રભાઈ મોદી એ જન-જન સાથે સંવાદની શરૂઆત કરેલ છે. 3 ઓક્ટોબર 2014 ના રોજ પ્રથમ સંવાદ કરવામાં આવેલ. લોકો સાથે પ્રધાનમંત્રી નિયમિત પ્રતિમાસ દ્વિપક્ષીય સંવાદ કરે તેવી આ પ્રથમ ઘટના બની રહી છે. અને સતત 100 મહિના કે 100 વખત આ સંવાદ કરવાની ઘટના એક વર્ડ રિકોર્ડ બનવા જઈ રહી છે. દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત ના તમામ એપિસોર્ડ ની માહિતી https://www.pmindia.gov.in/hi/ મન કી બાત લિંક ઉપર ઉપસ્થિત છે.
30-એપ્રિલ-2023ના રોજ 100 મોં એપિસોર્ડ પ્રસારિત થવા જઈ રહ્યો છે, જેને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોટ્સ માં સ્થાન પ્રાપ્ત થશે. આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા અર્થે જામનગર 78 વિધાનસભાના તમામ બુથ, 79 વિધાનશભાના તમામ બુથમાં મન કી બાત સાંભળવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
જામનગર શહેરમાં આજે શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી મેરામણભાઈ ભાટુ, ગોપાલભાઈ સોરઠીયા, ભાર્ગવભાઈ ઠાકર અને દિપાબેન સોની દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જામનગર – દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, 79 વિધાનસભાના બુથ ન. 62, કચ્છી ભાનુશાલી વાડી, 58, દિગ્વિજય પ્લોટ (મહામંત્રી વિજયસિંહ જેઠવા ઉપસ્થિત રહેશે), 78 વિધાનસભા ના ધારાસભ્ય રિવાબા જાડેજા 78 વિધાનસભા બુથ ન. 97 સરલાબેન ત્રિવેદી આવાસ ખાતે (મહામંત્રી મેરામણભાઇ ભાટુ), 79 વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, 79 વિધાનસભા ના બુથ ન. 74 સોની સમાજ ની વાડી (મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા), મેયર બીનાબેન કોઠારી, 78 વિધાનસભા ના બુથ ન. 121, સ્વીટ હોમ એપાર્ટમેન્ટ ખાતે (શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા) ઉપસ્થિત રહેશે. જ્યાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મન કી બાત સંભાળવા ઉપસ્થિત રહેશે.
ઉપરોક્ત સ્થળે મન કી બાત કાર્યક્રમ 11 થી 11.30 વચ્ચે નિહાળવામાં આવશે, આ વર્લ્ડ રેકોર્ડ ના સાક્ષી બનવા અર્થે જામનગર મહાનગર નવતમામ બુથો ઉપર કાર્યકર્તા અને લોકો સાભળવા જોડાશે, દરેક શક્તિકેન્દ્ર માં આવતા પકીનું એક બુથ પર વિશેષ કાર્યક્રમ આયોજિત થશે જેમાં અંદાજિત 100 લોકો એકત્રિત થઈ, 100 બુથ પર વિશેષ કાર્યક્રમ યોજાશે. ભાજપ મીડિયા વિભાગ, આઇ.ટી, તથા સોશિયલ મીડિયાની ટીમ વિશેષ જહેમત ઉઠાવી “મન કી બાત” અંતર્ગત કાર્યક્રમો ની ડિજિટલ માહિતી પ્રસાર ની કામગીરી સંભાળશે તેવું ભાજપા મીડિયા વિભાગ કન્વીનર ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવાયું છે.