Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 માર્ચે ગુજરાતની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 માર્ચે ગુજરાતની મુલાકાતે

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 6 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કેવડીયાના ટેન્ટ સીટીખાતે તેઓ ડીફેન્સ કોન્ફરન્સના સમાપન સમારોહમાં હાજરી આપશે. કેવડીયા ખાતે તા.3થી6 માર્ચ સુધી ડીફેન્સ કોન્ફરન્સ યોજવા જઈ રહી છે. અને અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં હાજરી આપશે.

- Advertisement -

ગુજરાતમાં હાલ 6 મનપાની ચુંટણીઓમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી છે. ત્યારે પ્રધાનમંત્રી 6 માર્ચના રોજ કેવડીયાના ટેન્ટસીટી ખાતે ડીફેન્સના સમાપન સમારોહમાં હાજરી આપશે. પીએમ મોદી 5 માર્ચે કેવડિયા આવશે અને રાત્રિ રોકાણ કર્યાં બાદ બીજા દિવસે સમારોહમાં હાજરી આપશે. આ ડીફેન્સ કોન્ફરન્સમાં  સેનાની ત્રણેય પાંખો આર્મી, નેવી અને અરફોર્સના વડાઓ અને અધિકારીઓ પણ હાજરી આપશે.

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને લઇને લોકોમાં પણ ભારે ઉત્સુકતા છે. કારણકે તાજેતરમાં જ ગુજરાતમાં મનપાની ચુંટણીઓમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. મોદીને આવકારવા માટે તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. સંરક્ષણ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી અને ડિફેન્સના ઉચ્ચ અધિકારીઓ ટેન્ટ સિટી-1 ખાતે રોકાણ કરશે. આ 4 દિવસોમાં આ વિસ્તાર બંધ કરી દેવામાં આવશે. 3 તારીખે બપોર સુધી અધિકારીઓ આવી પહોંચશે અને રક્ષા મંત્રી રાજનાથસિંહ સીધા ટેન્ટ સિટી ખાતે પહોંચશે. અને પીએમ 6 માર્ચે સમારોહમાં હાજરી આપશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular