Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતવડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે

બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલની મુલાકાત, WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ, વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલન સહિતના કાર્યક્રમોમાં હાજર રહેશે

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.18-19-20 ગુજરાત આવી રહ્યા છે અને તેઓ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપીને સમગ્ર રાજયોને ધમરોળશે. ત્યારે તેમના આ પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મોદીના ભરચક કાર્યક્રમો યોજાયા છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના કાર્યક્રમો ને લઈ સરકાર અને ભાજપ સંગઠન દ્વારા અત્યાર થી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ આગામી 18 એપ્રિલના રોજ સાંજે નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરશે ત્યાંથી સીધા સ્કૂલ ફોર એકસેલન્સ પ્રોજેકટ અંતર્ગત ગાંધીનગર ખાતેના કમાન્ડ કંટ્રોલ ની મુલાકાત કરશે ત્યારબાદ તેઓ રાજભવન રાત્રી રોકાણ કરશે. અને બીજા દિવસે એટલે કે 19 એપ્રિલના રોજ જામનગર ખાતે ટ્રેડિશનલ મેડિકલ રિસર્ચ સેન્ટરની મુલાકાત કરવાના છે. ત્યારબાદ તેઓ બનાસકાંઠા દિયોદર ખાતે અન્ય એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 20મી એપ્રિલ ના રોજ નરેન્દ્ર ભાઈ મોદી દાહોદ ખાતે ના આયોજિત એક કાર્યક્રમ હાજરી આપી ગાંધીનગર પરત ફરશે અનેતેજ દિવસે સાંજે મહાત્મા મંદિર ખાતે આયોજીત ભારત સરકારના આયુષ વિભાગના કાર્યક્રમમાં હાજરી આપી દિલ્હી રવાના થશે .

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 18 થી 20 એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 18 એપ્રિલેના રોજ સાંજે લગભગ 6 વાગ્યે ગાંધીનગરમાં શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. આ કેન્દ્રમાં દર વર્ષે 500 કરોડ કરતાં વધારે ડેટા સેટ્સ એકઠા કરવામાં આવે છે અને મોટા ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે એકંદરે અભ્યાસના પરિણામોમાં વધારો કરવા માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે. આ કેન્દ્ર દૈનિક ધોરણે શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી ટ્રેક કરવામાં મદદ, વિદ્યાર્થીઓના અભ્યાસના પરિણામોનું કેન્દ્રીયકૃત સમુચિત અને સમયાંતર મૂલ્યાંકન વગેરે કરે છે. શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને વિશ્વ બેંક દ્વારા વૈશ્વિક શ્રેષ્ઠ પ્રેક્ટિસ માનવામાં આવ્યું છે, જેમણે અન્ય દેશોને પણ આની મુલાકાત લેવા માટે અને તેમાંથી શીખવા માટે આમંત્રણ આપ્યું છે.

પ્રધાનમંત્રીની બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલની મુલાકાત

- Advertisement -

પ્રધાનમંત્રી 19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે નવું નિર્માણ કરવામાં આવેલું ડેરી સંકુલ અને બટાકા પ્રસંસ્કરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. રૂપિયા 600 કરોડના ખર્ચે આનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવું તૈયાર કરવાં આવેલું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. તેનાથી દૈનિક ધોરણે અંદાજે 30 લાખ લીટર દૂધનું પ્રસંસ્કરણ થઇ શકશે, 80 ટન માખણનું ઉત્પાદન, એક લાખ લીટર આઇસક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ દૂધ (ખોયા) અને 6 ટન ચોકલેટનું ઉત્પાદન થઇ શકશે. બટાકા પ્રસંસ્કરણ પ્લાન્ટની મદદથી બટાકાની વિવિધ પ્રકારની પ્રસંસ્કરણ કરેલી વસ્તુઓનું ઉત્પાદન થઇ શકશે જેમાં ફ્રેન્ચ ફ્રાઇઝ, બટાકાની ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે સામેલ છે. આમાંથી ઘણી વસ્તુઓને અન્ય દેશોમાં નિકાસ પણ કરવામાં આવશે. આ પ્લાન્ટ્સથી સ્થાનિક ખેડૂતોનું સશક્તિકરણ થશે અને આ પ્રદેશમાં ગ્રામીણ અર્થતંત્રને ઘણો વેગ મળશે.

પ્રધાનમંત્રી બનાસ સામુદાયિક રેડિયો સ્ટેશન પણ રાષ્ટ્રને અર્પણ કરશે. આ સામુદાયિક રેડિયો સ્ટેશન ખેડૂતોને કૃષિ અને પશુપાલન સંબંધિત મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવ્યું છે. આ રેડિયો સ્ટેશન સાથે 1700 જેટલા ગામડાના લગભગ 5 લાખ કરતાં વધારે ખેડૂતો જોડાશે જેવી અપેક્ષા છે. પ્રધાનમંત્રી પાલનપુરમાં આવેલા બનાસ ડેરી પ્લાન્ટ ખાતે ચીઝની પ્રોડક્ટ્સ અને છાસ પાવડરના ઉત્પાદન માટે વિસ્તૃત કરવામાં આવેલી સુવિધાઓ પણ રાષ્ટ્રને અર્પણ કરશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી ગુજરાતના દામા ખાતે સ્થાપવામાં આવેલા જૈવિક ખાતર અને બાયોગેસ પ્લાન્ટને પણ રાષ્ટ્રને અર્પણ કરશે. આ મુલાકાત દરમિયાન ખીમાના, રતનપુરા – ભીલડી, રાધનપુર અને થાવર ખાતે 100 ટનની ક્ષમતા વાળા ચાર ગોબરગેસ પ્લાન્ટ્સના નિર્માણ માટે શિલાન્યાસ પણ કરશે.

- Advertisement -

WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્ર

પ્રધાનમંત્રી 19 એપ્રિલના રોજ બપોરે જામનગર ખાતે WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્ર (GCTM)નો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદકુમાર જુગનાથ, વિશ્વ આરોગ્ય સં…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular