પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના પ્રથાન ઓનલાઈન ટોય ફેરનું ઉદ્ઘાટન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મેળાનું ઉદ્ઘાટન કર્યું. ભારતના વિકસતા રમકડા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે, કેન્દ્ર સરકાર દ્વારા 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન ડિજિટલ માધ્યમથી ટોય ફેર (https://theindiatoyfair.in/) યોજવામાં આવશે. આ મેળામાં દેશના વિવિધ રાજ્યોના ઉદ્યોગપતિઓને પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. ચાર દિવસીય ‘ઈન્ડિયા ટોય ફેર’ રાજ્યના પરંપરાગત રમકડાંની સાથે રાજ્યના વિકસતા રમકડા ઉદ્યોગને પ્રદર્શિત કરશે.ઓગસ્ટ 2020માં પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે “રમકડા એ બાળકના મનના વિકાસમાં નોંધપાત્ર ભાગ ભજવે છે અને બાળકોમાં કુશળતાને વધારવામાં પણ મદદરૂપ છે.
આજે રોજ દેશના પહેલા ઓનલાઈન ટોય ફેર -2021નું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું છે. તેઓએ જણાવ્યું કે તમારા બધા લોકો સાથે વાત કરીને એ ખબર પડી છે કે આપણા દેશમાં રમકડા ઉદ્યોગમે કેટલી મોટી તાકાત છુપાયેલ છે.આ તાકાતમાં વધારો કરવો, તેની ઓળખ વધારવી, આત્મનિર્ભર ભારત અભિયાનનો ઘણો મોટો હિસ્સો છે. દેશનો આ પ્રથમ ટોય ફેર માત્ર વ્યાપારીક અને આર્થીક કાર્યક્રમ માટે જ નથી પરંતુ દેશી વર્ષો જૂની ખેલ અને ઉલ્લાસની સંસ્કૃતિને મજબુત કરવા માટેની એક મોટી કડી છે. પ્રધાનમંત્રીએ વધુ,માં જણાવ્યું કે સિંધુ ખીણની સંસ્કૃતિ,મોહેં-જો-દારો અને હડપ્પાની સંસ્કૃતિના રમકડાઓ પર અખા વિશ્વએ સંશોધન કર્યું છે.પ્રાચીન સમયમાં જયારે દુનિયાભર માંથી લોકો ભારત આવતા હતા ત્યારે અનેક રમતો શીખતા હતા અને રમતોને સાથે લઇને પણ જતા હતા.
આજે જે શતરંજદુનિયાભરમાં પ્રખ્યાત છે તે અગાઉ ચતુરંગ તેમજ લૂડો પચ્ચીસીના નામથી રમવામાં આવતા હતા.અપણા ધર્મગ્રંથોમાં પણ અલગ અલગ પ્રકારના રમકડાઓનું વર્ણન કરવામાં આવ્યું છે.રિયુઝ અને રીસાયકલીંગ જે રીતે ભારતીય જીવનશૈલીનો હિસ્સો રહ્યા છે, તે આપણા રમકડાઓમાં પણ જોવા મળે છે. મોટા ભાગના ભારતના રકમડાઓ પ્રાકૃતિક વસ્તુઓથી બને છે. અને તેમાં ઉપયોગમાં લેવામાં આવતા રંગો પણ પ્રાકૃતિક હોય છે. આજે પણ ભારતના રમકડાઓ આધુનિક રમકડાની સરખામણીએ સારા અને સસ્તા છે. તેઓએ રવીન્દ્રનાથ ટાગોરે વર્ણવેલીએ કવિતાનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે કે એક રક્મડુંએ બાળકની દુનિયામાં અપાર ખુશીઓને લાવે છે. રમકડાનો એક એક રંગ બાળકોના જીવનને અનેક રંગોથી ભરી દે છે.
આજે જે રીતે “Made in India” ની ડીમાન્ડ વધી રહી છે તે જ રીતે “ Hand made in India” ની પણ ડીમાન્ડ વધી રહી છે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશના રકમડા ઉદ્યોગને 24 મુખ્ય ઉદ્યોગોમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં 15 મંત્રાયલ અને વિભાગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી ભારત રમકડાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બને અને દેશના રમકડાઓ દુનિયાભરમાં જાય.