પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે અને સવારે 11:30 વાગ્યે જાલૌન જિલ્લાના ઓરાઈ તાલુકાના કૈથેરી ગામમાં બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે. સરકાર દેશભરમાં કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે, જેનું મુખ્ય લક્ષણ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા તરફનું કામ છે. 29 ફેબ્રુઆરી, 2020ના રોજ પ્રધાનમંત્રી દ્વારા બુંદેલખંડ એક્સપ્રેસ-વેના નિર્માણ માટે શિલાન્યાસ એ આ તરફનો એક નોંધપાત્ર પ્રયાસ હતો.