આજે 4 ડિસેમ્બરના ભારતીય નૌકાદળ દિવસ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નૌકાદળના યોધ્ધાઓને શુભેચ્છા પાઠવતા ડ પર વીડિયો પોસ્ટ કર્યોઅને કહ્યું કે, આપણી નૌકાદળએ અસાધારણ હિંમત અને દ્રઢ નિશ્ર્ચયનો પર્યાય છે. તેઓ આપણી દરિયાઈ સીમાનું રક્ષણ કરે છે અને આપણા હિતોની જાળવી રાખે છે અને તેમણે નેવી સાથે વિતાવેલી ક્ષણો યાદ કરીને કહ્યું કે, મેં આઇએનએસ વિક્રાંત પર નૌકાદળના કર્મચારીઓ સાથે વિતાવી હતી. તે હું ક્યારેય ભુલી શકતો નથી. તેમજ તેમના આગામી સાહસો માટે પણ તેમને ખુબ શુભેચ્છા પાઠવી હતી.
Navy Day greetings to all personnel of the Indian Navy. Our Navy is synonymous with exceptional courage and determination. They safeguard our shores and uphold our maritime interests. In the recent years, our Navy has focussed on self-reliance and modernisation. This has enhanced… pic.twitter.com/JxPqLiEc9x
— Narendra Modi (@narendramodi) December 4, 2025
ભારતીય નૌકાદળ દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરના ભારતીય નૌકાદળના બહાદૂરી સિધ્ધીઓ અને યોગદાનને માન આપવા માટે ઉજવવામાં આવે છે. 1971 ના ભારત – પાકિસ્તાન યુદ્ધ દરમિયાન શરૂ કરાયેલા નિર્ણાયક નૌકાદળ આક્રમણ ઓપરેશન ટ્રાઈડેન્ટની વર્ષગાંઠ છે ત્યારે મહત્વપૂર્ણ લશ્કરી વર્ષગાંઠ છે. ત્યારે મહત્વપૂર્ણ લશ્કરી મથકો પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ દિવે પરેડ કરી નૌકાદળની અદ્યતન ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવે છે.


