ગુજરાત સહિત દેશભરમાં ઉજવાયેલા મકરસંક્રાંતિના તહેવારમાં ગાયોને ચારો ખવડાવવાની પરંપરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન નિવાસે નિભાવી હતી. ઉપરાંત પોંગલ નિમિતે કેન્દ્રીયમંત્રીના નિવાસે યોજાયેલા કાર્યક્રમમાં સામેલ થઈને ગાયની પૂજા-અર્ચના કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નિવાસસ્થાને ગાયોને ઘાસચારો ખવડાવતા હોય તેવી સંખ્યાબંધ તસ્વીરો સોશ્યલ મીડીયામાં વાઈરલ થઈ છે. ઘાસચારો ખવડાવવા ઉપરાંત વડાપ્રધાન પીએમઓમાં પાળવામાં આવેલી ગાયોને સ્નેહ કરતા પણ માલુમ પડયા હતા.વડાપ્રધાનને વિંટળાઈને ઘાસચારો આરોપી રહેલી આ ગાયોને વડાપ્રધાન નિવાસે જ ઉછેરવામાં આવી છે. આ ગાયોની સુંદરતા પણ જોવા જેવી છે અને સામાન્ય ગાયોની અલગ ભાસે છે. તેમની જાતિ અને બંધારણ પણ અન્ય સામાન્ય ગાયો કરતા અલગ છે. થોડા વખત અગાઉ પણ વડાપ્રધાન મોદીની ગાયોની સારસંભાળ લેતી તસ્વીરો બહાર આવી હતી.વડાપ્રધાન તહેવારો પર કાંઈક-કાંઈક કરતા હોય જ છે. આ વખતે વાછરડા સહિત ગાયોના ટોળાને ઘાસચારો ખવડાવ્યો હતો. મકરસંક્રાંતિએ જીવદયાનું અનેરૂ મહાત્મ્ય છે જે વડાપ્રધાને પોતાના નિવાસસ્થાને જ કર્યુ હતું.