Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજાની પરિવારનું ગૌરવ વધારતા જુડવા ભાઇ-બહેન

જાની પરિવારનું ગૌરવ વધારતા જુડવા ભાઇ-બહેન

- Advertisement -

જામનગરની સમર્પણ જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. સનત પી. જાનીના જુડવા પુત્ર અને પુત્રી કે જેઓએ મેડિકલ ક્ષેત્રમાં ફર્સ્ટ ક્લાસ મેળવીને જાની પરિવારનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -

પુત્ર ડો.સ્મિત એસ. જાનીએ વડોદરાની પારુલ મેડિકલ કોલેજમાં સરકારી સ્ટેટ ક્વોટામાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી થ્રુ-આઉટ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરીને એક વર્ષની કમ્પલસરી રોટેટરી ઇન્ટર્નશીપ પૂર્ણ કરી છે. બાળપણથી જ ઉચ્ચ શૈક્ષણિક પરિણામ ધરાવતા ડો. સુમિત જાનીએ ધોરણ 10 માં 99.25 તથા ધોરણ 12 સાયન્સમાં 97.96 પી.આર. મેળવીને પારુલ મેડીકલ કોલેજ ખાતે 2016 ના સરકારી ક્વોટામાં પ્રવેશ મેળવ્યો હતો. આ ઉપરાંત તેની જુડવા બહેન ડો. શિવાની સનત જાની, કે જેણે ભાવનગરની ડેન્ટલ કોલેજ ખાતેથી સરકારી કવોટામાં બધા જ વર્ષોમાં ફર્સ્ટ ક્લાસ મેળવીને એક વર્ષની કમ્પલસરી રોટેટરી ઈન્ટર્ન શીપ પૂર્ણ કરીને બી.ડી.એસ. ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. ડો. શિવાની જાની એ પણ ધોરણ10માં તથા ધોરણ 12 સાયન્સમાં અનુક્રમે 98 પી.આર.તેમજ 89 પી.આર. પ્રાપ્ત કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular