જામનગરના વિરેન્દ્રકુમાર જાનીની પુત્રી કૃપા જાનીએ બી.એડ.ના ત્રીજા સેમેસ્ટરમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવીને તેમના પરિવાર અને જામનગરનું નામ રોશન કર્યું છે.
કૃપા વિરેન્દ્રકુમાર જાનીએ બી.એડ.ના ત્રીજા સેમેસ્ટરમાં A05-GSSવિષયમાં 50 માંથી 47 માર્કસ મેળવ્યા હતાં. જ્યારે A06-CIS માં 43, CPS-C03-US માં 48, EPC3-CUI માં 48, B-111 એકાઉન્ટન્સીમાં પુરા 50 માર્કસ મેળવ્યા હતાં. જ્યારે B-110-Org. of Comm. & Mgmt. મતં 46 અને પ્રેકટીકલ વર્કમાં 100 માંથી 98 એમ કુલ પ્રેકટીકલમાં 200 માંથી 194 અને ઇન્ટરનલ 600માંથી 576 જેથી કુલ 800માંથી 770 ગુણાંક મેળવીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
આ તકે સર્વે જ્ઞાતિજનો, પરિવારજનો, શહેરીજનોના આશિર્વાદ તેમજ અભિનંદન મેળવતા કૃપા જાનીએ સહુને વિનમ્ર પ્રણામ સાથે વંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો હતો.