સાયબર ઠગો દ્વારા એક યા બીજી રીતે લોકોને સાયબર ફ્રોડમાં ફસાવવામાં આવી રહ્યા છે. કયાંકને કયાંક કેટલીય જાણકારી હોવા છતાં લોકો સાયબર ફ્રોડના શિકાર બને છે. કયાંકને કયાંક ઓટીપી તો કયાંક ડીજીટલ અરેસ્ટ તો કયાંક બેંક ખાતાને લઇને તો કયાંક જુદી જુદી ટ્રીકો વડે સાયબર ફ્રોડો લોકોને લૂંટી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા લોકોને સાવચેત કરવા માટે જુદા જુદા કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. જેમ બને તેમ વધુ લોકો સાયબર ક્રાઈમ અંગે સાવધાન બને તે માટે સતત તંત્ર કામે લાગ્યું છે. ત્યારે ‘મ્યુલ અકાઉન્ટ’ એટલે શું તે અંગે જાણીએ…
‘મ્યુલ અકાઉન્ટ’ એટલે એવું બેંક ખાતું જેનો ઉપયોગ ગુનેગારો ગેરકાયદેસર રીતે મેળવેલા પૈસાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે કરે છે. આ એક એવી પ્રવૃત્તિ છે જેમાં તમારું બેંક ખાતું સાયબર ક્રાઈમના પૈસાની હેરફેરનું માધ્યમ બની જાય છે. ત્યારે ઘણીવખત તેની જાણ પણ હોતી નથી. ત્યારે તમારા બેંક ખાતાનો ઉપયોગ સાયબર ક્રાઈમ માટે થતો અટકાવવા શું કરવું ? જાણો…
મનીમ્યુલ કૌભાંડથી બચવા માટે મોબાઇલ બેન્કીંગ એપનો પાસવર્ડ નિયમિતપણે બદલતા રહો.
તમારા ખાતાના વ્યવહારો સમયાંતરે તપાસતા રહો.
શંકાસ્પદ વ્યવહાર જણાય તો તરત બેંકને જાણ કરો.
કોઇની વિનંતી પર બેંક ખાતુ ખોલશો નહીં.
તમારું ડેબિટ કાર્ડ, પાસબુક અથવા મોબાઇલ બેન્કીંગ એપનો પાસવર્ડ કોઇને આપશો નહીં.
આમ, જ્યારે લોકો સાયબર ક્રાઈમ અંગે જાગૃત થશે ત્યારે ક્રાઈમમાં ફસાતા લોકોની સંખ્યામાં ઘટાડો થશે.


