Monday, October 21, 2024
Homeરાજ્યજામનગરહઠિલા દબાણ : શનિવારે હટાવ્યા, સોમવારે ફરી ગોઠવાયા

હઠિલા દબાણ : શનિવારે હટાવ્યા, સોમવારે ફરી ગોઠવાયા

- Advertisement -

જામનગરમાં ત્રણબત્તી પેટ્રોલ પંપથી નિવાસી અધિક કલેકટરના નિવાસ સુધી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ઝૂંપડપટ્ટી ધારકોનો માલ-સામાન જપ્ત કરી દબાણ હટાવ્યું હતું અને જાહેર માર્ગો પર દબાણો ન કરવા સૂચના આપી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જામનગર શહેરમાં ત્રણબત્તી પેટ્રોલ પંપથી નિવાસી અધિક કલેકટરના ઘર સુધી દબાણ કરી ઝૂંપડા બાંધીને રહેતા લોકોનો માલ-સામાન જપ્ત કરવાની કામગીરી શનિવારે હાથ ધરવામાં આવી હતી. જામ્યુકોના નિરિક્ષકો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવેલી કરામગીરી દરમિયાન ઝુંપડપટ્ટીઓના રહેવાસીઓની ઘરવખરી સહિતનો માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

જામનગર શહેરમાં જુના રેલવે સ્ટેશન નજીક આવેલ ઝુંપડપટ્ટીનું દબાણ તંત્ર દ્વારા અનેક વખત દૂર કરવામાં આવ્યું છે. આમ છતાં તંત્ર દ્વારા દબાણ હટાવ્યાની થોડી જ કલાકોમાં ફરીથી પરિસ્થિતિ એ જ થઇ જતી જોવા મળતી હોય છે. જેનું ઉદાહરણ ફરી વખત સામે આવ્યું છે. તાજેતરમાં આરપીએફ અને એસ્ટેટ શાખા દ્વારા આ જગ્યામાંથી ઝુંપડપટ્ટીવાસીઓને હટાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ ઝૂંપડપટ્ટી ધારકો તે જ જગ્યાએ બહાર પેટ્રોલ પંપ પાસે માર્ગ પર ગોઠવાઇ ગયા હતાં. જેને લઇ શનિવારે સાંજના સમયે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ફરી વખત ત્યાંથી પણ તેઓને હટાવી તેમની ઘરવખરી સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પરંતુ ફરી વખત તેઓ ગોઠવાઇ ગયા હતાં.

- Advertisement -

શનિવારે સાંજે એસ્ટેટ શાખા દ્વારા ઝુંપડપટ્ટીવાસીઓનો સામાન જપ્ત કર્યા બાદ આજે સવારે ફરી વખત આ જ જગ્યાએ ઝુંપડપટ્ટીવાસીઓ ગોઠવાઇ ગયેલા જોવા મળ્યા હતાં. આમ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવાનું જોવા મળી રહ્યું છે. આ જગ્યા પર ઝુંપડપટ્ટી ધારકોએ દબાણ કર્યું છે. અવાર-નવાર તંત્ર દ્વારા તેમને હટાવવામાં આવે છે અને સામાન જપ્ત કરવામાં આવે છે. આમ છતાં તેઓ ફરી ગોઠવાઇ જાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular