જામનગર અને દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પક્ષ સંગઠનની મુલ્યાંકન બેઠક અન્વયે જામનગરની કુંવરબાઈ ધર્મશાળામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. મળતી વિગત મુજબ, સૌરાષ્ટ્રમાં જામનગર શહેર અને જીલ્લા તથા દેવભૂિ દ્વારકા અને પોરબંદરમાં શહેર જીલ્લા કોંગ્રેસ પક્ષ સંગઠનની મુલ્યાંકન બેઠક અન્વયે આજે સવારે જામનગર શહેરમાં જેેલ રોડ પર આવેલી કુંવરબાઈની ધર્મશાળામાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને સાંસદ મુકુલ વાસનીકજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શકિતસિંહ ગોહિલ તેમજ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર તથા એઆઈસીસીના મંત્રી ભૂપેન્દ્ર મારાવીજી તેમજ જામનગરના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ તથા કોંગે્રસના પૂર્વ મંત્રી એમ. કે. બ્લોચ, પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મુસડિયા, મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ધવલ નંદા, અલ્તાફ ખફી, રંજનબેન ગજેરા, પાલભાઈ આંબલિા, મહામંત્રી ભરતભાઈ વાળા તથા પૂર્વ કોર્પોરેટર સહારાબેન મકવાણા ઉપસ્થિત રહ્યાં હતાં.


