ઈકવાડોરમાં આગામી 20મી ઓગષ્ટે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાનાર છે ત્યારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ફર્નાડો વિલાવિસેસિયોની ગોળી મારી હત્યા કરવામાં આવતા આ ઘટનાની તપાસ માટે રાષ્ટ્રપતિએ આદેશ કર્યો છે. ઈકવાડોરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જાહેર થતા રાજકીય માહોલ જામ્યો છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ફર્નાડો વિલાવિસેશિયો ચૂંટણી પ્રચારની રેલી જોડાયા હતા અને રેલી પુરી થતા કારમાં બેસવા જતા હતા તે વેળાએ કોઈ અજારયા શખ્સે તેમની પર ફાયરીંગ કરતા માથાના ભાગે ગોળી મારી દેતા તેમને તાત્કાલીક સારવારમાં દવાખાને ખસેડાતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ફાયરીંગની ઘટનામાં જનરલ મૈનુઅલ ઈનિગ્થેજને ઈજા થઈ હતી. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં 8 ઉમેદવારો પઅકી ફર્નાડો વિસાવિસેસિયો (ઉ.59) એક હતા.