Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે રાષ્ટ્રપતિ

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે રાષ્ટ્રપતિ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન ગુજરાતથી જશે અને દેશના રાષ્ટ્રપતિ પણ ગુજરાતની મુલાકાતે આવશે.

- Advertisement -

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ બીજી અને ત્રીજી ઑક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે આવશે. દ્રોપદી મુર્મુ બીજી ઑક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે ગાંધી આશ્રમની મુલાકાત લઇ શકે છે તેવી સંભાવના છે. આ સિવાય તેઓ અન્ય કાર્યક્રમમાં પણ હાજરી આપશે. ત્યારબાદ 3 ઑક્ટોબરના રોજ દ્રોપદી મુર્મુ ગાંધીનગર નવી સિવિલના ખાતમુહૂર્તમાં હાજરી આપશે. દ્રોપદી મુર્મુના ગુજરાત પ્રવાસને લઇ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular