Tuesday, January 7, 2025
Homeરાષ્ટ્રીયપ્રજાસત્તાક પરેડના મુખ્ય અતિથિ બની શકે છે રાષ્ટ્રપતિ પુતિન

પ્રજાસત્તાક પરેડના મુખ્ય અતિથિ બની શકે છે રાષ્ટ્રપતિ પુતિન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણનો કર્યો સ્વીકાર

- Advertisement -

આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે મોસ્કો યાત્રા બાદ હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટિન આવતા વર્ષે પ્રારંભમાં ભારતની મુલાકાત લેશે. વડાપ્રધાને શ્રી પુટિનને આપેલું આમંત્રણ સ્વીકારાય ગયું છે અને હવે બંને દેશો આ મુલાકાત અંગે તારીખ નક્કી કરશે. સુત્રોના જણાવ્યા મુજબ સંભવત: પુટિન તા.26 જાન્યુઆરીમાં પ્રજાસત્તાક દિનની પરેડમાં પણ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી શકે છે. ભારત 75મો પ્રજાસત્તાક દિન મનાવશે અને તેથી તે ઉજવણી વિશેષ બની રહેશે. યુક્રેન અને રશિયાના યુધ્ધ બાદ પુટિનના પ્રથમ ભારત પ્રવાસ છે.

- Advertisement -

ખાસ કરીને જે રીતે આ યુદ્ધમાં સંડોવાયેલા બંને દેશોએ ભારત મધ્યસ્થતા કરી શકે છે તેવી જે અપીલ કરી હતી તે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનની પણ મુલાકાત લીધી હતી. સુત્રોના જણાવ્યા મુજબ આવતા વર્ષે અમેરિકામાં સત્તા સંભાળનાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્ ણ ભારત આવી રહ્યા છે. ક્વાડ દેશોની શિખર પરિષદ પણ ભારતમાં મળનાર છે અને તેમાં ટ્રમ્પ હાજરી આપે તેવી શક્યતા વધુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular