તાજેતરમાં હેડક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટવા અંગે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનો થાય હતા જેમાં પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોઉપર કેસ કર્યા હોય જેના વિરોધમાં જામજોધપુર તાલુકા ખેડૂત ઉત્કર્ષ સમિતિના પ્રમુખ ઉપવાસ આંદોલન કરશે.
જામ-જોધપુર તાલુકા ખેડુત ઉત્કર્ષ સમિતીના પ્રમુખ પ્રવિણભાઈ વલ્લભભાઈ નારીયા દ્વારા તાજેતરમાં હેડ ક્લાર્કની પરીક્ષા પેપર ફુટવા પ્રકરણમાં આપ દ્વારા કરાયેલ આંદોલનમાં આપના કાર્યરતા ઉપર પોલીસ દ્વારા થયેલ ખોટા કેશો કલમોનાબુદ નહી થાય અને વિદ્યાર્થીઓને વળતર ચુકવવાની માંગ સાથે અનશન કરશે. તારીખ ૫/૧/૨૦૨૨ સાંજ સુધીમાં આ તમામ પ્રશ્નોનો ઉકેલ નહી આવે તો ગાંધીનગર મુકામે અનશન ઉપવાસ કરાશે