Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપાર્કિંગ પોલીસી અંગે પૂર્વ કોર્પોરેટર દ્વારા મેયરને રજૂઆત

પાર્કિંગ પોલીસી અંગે પૂર્વ કોર્પોરેટર દ્વારા મેયરને રજૂઆત

- Advertisement -

જામનગર શહેરમાં પાર્કિંગ પોલીસીની કરેલ જાહેરાત અંગે પૂર્વ કોર્પોરેટર હુશેના સંઘાર દ્વારા મેયરને પત્ર લખી જામનગરમાં વિવિધ સમાજની જગ્યાઓમાં પાર્કિંગની વ્યવસ્થા પણ નથી. આવી અનેક બાબતો છે. જે અંગે યોગ્ય કરવા તેમજ પાર્કિંગની યોગ્ય સુવિધા વિના પાર્કિંગ પોલીસી ન લાવવા રજૂઆત કરી છે.

- Advertisement -

જામનગર શહેરમાં હાલમાં પાર્કિંગ પોલીસીની જાહેરાત કરવામાં આવેલ છે જે આવકારદાયી છે. પરંતુ આ માટે કરવામાં આવેલી વ્યવસ્થામાં ઘણાં પ્રશ્ર્નો છે. હાલમાં જે ઘોષણા કરવામાં આવી તેમાં જણાવવામાં આવ્યું છે કે, આ પાર્કિંગ પોલીસી અંગે ાજમનગર શહેરની જનતાને કોઇ ચાર્જ ભરવો પડશે નહીં પરંતુ શું જેએમસી આ પ્રકારની વ્યવસ્થા પ્રજાના ટેકસના પૈસામાંથી નથી કરવાની? શું આ વ્યવસ્થા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે? શું જેએમસીએ આ અંગેના નાણાંની વ્યવસ્થા કોઇ વિશેષ રીતે કરી છે? જો આ પ્રશ્ર્નનો જવાબ ના હોય તો જે વ્યવસ્થા થવાની છે તે શહેરની જનતા દ્વારા ચૂકવવામાં આવેલ ટેકસમાંથી થવાની છે અને આડકતરી રીતે આ ચાર્જ જનતાએ જ ચૂકવ્યો કહેવાશે. જ્યારે પાર્કિંગ અંગેનો કોન્ટ્રાકટ મેળવનાર વિશેષ ફાયદો મેળવશે. જામનગર શહેરમાં એવી અનેક કોમર્શિયલ બિલ્ડીંગો, શોપીંગો, મોલો, રેસિડેન્ટ બિલ્ડીંગો, હોટલો, રેસ્ટોરન્ટો, સ્કૂલો, હોસ્પિટલો, સમાજની વાડીઓ, પાર્ટી પ્લોટો વિગેરે આવેલા છે. જેમાં પાર્કિંગની સુવિધા નથી કે, પાર્કિંગમાં ગેરકાયદેસર બાંધકામો કરેલ છે. સૌપ્રથમ વાડીઓ, 5ાર્ટી પ્લોટો વગેરે આવેલા છે. જેમાં પાર્કિંગની સુવિધા નથી કે, પાર્કિંગમાં ગેરકાયદેસર બાંધકામો કરે છે. સૌપ્રથમ આવી મિલકતો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ અને તેમને પાર્કિંગની સુવિધા ઉભી કરવાની ફરજ પાડવી જોઇએ અથવા તેમની સામે દંડ અને કાયદાકીય થવી જોઇએ અને તેમને પાર્કિંગની સુવિધા .ભી કરવાની ફરજ પાડવી જોઇએ અથવા તેમની સામે દંડ અને કાયદાકીય કાર્યવહી કરવી જોઇએ. શું જામનગરમાં કોમર્શિયલ બિલ્ડીંગોમાં પર્યાપ્ત પાર્કિંગ વ્યસ્થા છે? જવાબ ના છે કારણ કે, કોમર્શિયલ બિલ્ડીંગોમાં મર્યાદિત પાર્કિંગ વ્યવસ્થા છે. જેમાં ઓફિસ ધરાવનાર અને તેના કમૃચારીઓના વાહનો પણ પુરતા પ્રમાણમાં પાર્કિંગ નથી થઇ શકતા તેમાં આવનારા ગ્રાહકો અને મુલાકાતીઓના વાહનોને પાર્ક કરવાનો પ્રશ્ર્ન થાય છે. આવી જ રીતે જામનગરમાં પ્રાઇવેટ હોસ્પિટલો, શોપીંગ મોલો, સ્કૂલો વગેરેમાં પણ પર્યાપ્ત માત્રામાં પાર્કિંગ વ્યવસ્થા નથી જેને લીધે લોકો મજબૂરીવશ રોડ ઉપર કે અન્ય જગ્યાએ પાર્કિંગ કરવા માટે મજબૂર બને છે.

જામનગરમાં વિવિધ સમાજ અને જમાતની જગ્યાઓમાં પણ પાર્કિંગ વ્યવસ્થા નથી. આવી અનેક બાબતો છે જે અંગે યોગ્ય થવું જરુરી છે. ફકત જામનગરની આમ જનતાને પાર્કિંગ પોલીસીના બહાને લૂંટવાનું કે પરેશાન કરવાનું આ કાર્ય બંધ થવું જોઇએ. જો જેઅમેસીના જવાબદાર પદાધિકારીઓ આ અંગે તેમજ જામનગરના જાહેર સ્થળો, સરકારી ઓફિસો, મુખ્ય બજારો વિગેરે સ્થળો ઉપર પાર્કિંગની યોગ્ય સુવિધા ન આપી શકતા હોય તો આ પાર્કિંગ પોલીસી લાવવાનો કોઇ અર્થ નથી. તેમ મેયરને લખેલા પત્રમાં જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular