ઓખા નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણી ડોળું અને દુષિત આવતુ હોય ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેરને પત્ર લખી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે.
છેલ્લાં 8 દિવસથી ઓખા નગરપાલિકા વિસ્તારમાં ભીમગજા તળાવમાંથી આવતું પાણી પિળાશ વાળુ અને ડોળું આવી રહ્યું છે. જેને લઇ લોકોમાંથી અનેક ફરિયાદો ઉઠવા પામી છે. તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પણ આ અંગે પત્ર આપવામાં આવ્યો છે. જેથી તાત્કાલિક ધોરણે પાણીમાં સુધારો કરી નગરપાલિકાને પીવાલાયક પાણી આપવા અંગે યોગ્ય કાર્યવાહી કરવા આ પત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે.