Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકોરોના મૃત્યુ સહાય અંગે ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા મુખ્યમંત્રી દ્વારા રજૂઆત

કોરોના મૃત્યુ સહાય અંગે ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા મુખ્યમંત્રી દ્વારા રજૂઆત

- Advertisement -

કોરોનામાં મૃત્યુ પામેલ દર્દીના સ્વજનને સહાયની રકમ ચૂકવવા અંગે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે અને કોરોનાકાળમાં સ્વજનને ખોઇ બેસેલા પરિવાર સુધી સરકારી સહાય પહોંચાડવા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -

આ પત્રમાં જણાવ્યું છે કે, કોવિડ-19 બિમારીને વિશ્વ મહામારી જાહેર કરવામાં આવી છે. આખા વિશ્વમાં આ મહામારીનો હાહાકાર છે. ભારત દેશ અને ગુજરાત રાજ્ય પણ આ મહામારીમાંથી બાકાત રહી શકેલ નથી.
આ બિમારીનો ભોગ બનનાર ઘણા કુટુંબના સભ્યો, મોભીઓ, માતા-પિતા, સંતાનના કોઇને કોઇ આ બિમારીના ભોગ બન્યા હતા અને અસંખ્ય મૃત્યુ પણ થયા છે. સરકાર દ્વારા કોરોના બિમારીમાં મૃત્યુ પામેલ દર્દીના પરિવારજનોને સહાય પેટે 50,000 રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

આ બિમારીમાં ભોગ બનેલા ઘણાં પરિવાર તો અરજી પપણ નવી કરી, પરંતુ જે પરિવારે આ સહાય મેળવવા માટે અરજી કરી છે. તે પરિવારને પણ સહાય ચૂકવાતી નથી કોઇના કોઇ કારણસર તેમની સહાય અમાન્ય કરવામાં આવે છે.
જે દર્દીને કોરોના જેવી ગંભીર બિમારી હોવાનું હોસ્પિટલ તરફથી જાણ કરી હતી. જે દર્દીને કોરોના વોર્ડમાં આઇસોલેટેડ રાખી સારવાર આપવામાં આવી હતી. જે દર્દીનું મૃત્યુ કોરોનાની સારવાર દરમિયાન થયું છે. જે દર્દીના મૃતદેહની અંતિમવિધિ પણ કોરોના ગાઇડલાઇન મુજબ કરવામાં આવી છે. આ તમામ મૃતકના પરિવારજન સહાય માટેના હક્કદાર છે.

- Advertisement -

હાલ છેલ્લા બે વર્ષથી કોવિડ-19 બિમારીને લઇને વેપાર રોજગાર, નોકરી અને સામાન્ય માણસનું જીવન નિર્વાહ ચલાવવાનું ખૂબ જ મુશ્કેલ છે આવા સમયમાં જે માણસનું સ્વજન તો કોરોનાની બિમારીમાં મૃત્યું થયું છે તે માણસને સરકારી સહાય માટે પણ કાગળના દસ્તાવેજો પુરા પાડવા પડે છે અને આ કાગળમાં ક્યાંકને ક્યાંક સારવાર આપતી હોસ્પિટલો દ્વારા મૃત્યુના કારણ દર્શાવવામાં શાબ્દિક મેડીકલ ભાષાનો ઉપયોગ કરી મૃત્યુનું કારણ કોવિડ-19ના બદલે અન્ય દર્શાવે છે. જેથી સરકારી સહાયની અરજી અસામાન્ય કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular