Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયચંદ્રયાન-3ના લોન્ચિંગની તૈયારી

ચંદ્રયાન-3ના લોન્ચિંગની તૈયારી

- Advertisement -

ઇસરો સતત નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે ત્યારે ચેરમેન એસ સોમનાથે જણાવ્યું હતું કે, ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 અને પહેલું સોલર મિશન આદિત્ય L1 2023ના મધ્ય ભાગમાં લોન્ચ થવાની શક્યતા છે. તેમણે પીઆરએલ ખાતે આયોજિત ચોથી ‘ઇન્ડિયન પ્લેનેટરી સાયન્સ કોન્ફરન્સ’માં આ માહિતી આપી હતી. સોમનાથે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 સંપૂર્ણ તૈયાર છે. થોડા ફેરફાર થઈ રહ્યા છે. અમે ઘણા સિમ્યુલેશન્સ અને પરીક્ષણો સાથે મિશન માટે વિશ્ર્વાસ વધારી રહ્યા છીએ.

- Advertisement -

સંભવિત લોન્ચિંગ ચાલુ વર્ષના મધ્ય ભાગમાં થવાનો અંદાજ છે. તેમણે કહ્યું હતું કે, ભારતનું પહેલું સોલર મિશન આદિત્ય L1 સૂર્યની વિશિષ્ટ નિરીક્ષણ ક્ષમતા ધરાવે છે. તેના ઇન્સ્ટ્રુમેન્ટ્સ મળી ચૂક્યા છે અને ઇસરો ઉપગ્રહમાં તેની ઇન્ટિગ્રેશન પ્રક્રિયામાં વ્યસ્ત છે. સોમનાથ અંતરિક્ષ વિભાગના સેક્રેટરી પણ છે. તેમણે જણાવ્યું હતું કે, હું ઉત્સુકતાપૂર્વક (આદિત્ય L1ના) લોન્ચિંગની રાહ જોઈ રહ્યો છું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular