કોરોના મહામારીના અંતની જાહેરાત હવે થોડા સમયમાં થઇ શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠનના આરોગ્ય નિષ્ણાંતોએ આ બાબતે ચર્ચા શરૂ કરી દીધી છે. તેમની વચ્ચે એ બાબત પર પણ ચર્ચા વિચારણા થઇ રહી છે કે કોરોના વાયરસ આવ્યાના બે વર્ષથી વધારે સમય પછી જયારે અધિકારીક રીતે ખતમ જાહેર કરાશે તો તેની આખી દુનિયા પર શું અસર થશે.
જો કે ડબલ્યુ એચઓએ કહ્યું કે મહામારીના અંતની જાહેરાત તાત્કાલીક કરવા બાબતે હાલ તો કોઇ વિચાર નથી કરાઇ રહ્યો આખા હોંગકોંગમાં મોતનો દર વધ્યો છે. ચીનમાં બે વર્ષમાં પહેલીવાર આ અઠવાડીયે 1000 થી વધારે નવા દૈનિક કેસો નોંધાયો છે. એટલે હુ માં ચર્ચા એ વાત પર થઇ રહી છે કે કયા એવા સંકેત હશે જે મહામારીના અંતનો
સંકેત આપશે. ડબલ્યુએચઓએ કહ્યું કે કોરોના પર આંતરરાષ્ટ્રીય આરોગ્ય વિનીયમ આપાતકાલિન સમિતિ મહામારીને ખતમ જાહેર કરવા માટે જરૂરી માપદંડો ચકાસી રહી છે. ભારતમાં છેલ્લા 24 કલક દરમ્યાન કોરોનાના 3116 નવા કેસો જાહેર થયા છે જે છેલ્લા 676 દિવસમાં સૌથ ઓછા દૈનિક કેસ છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય અનુસાર સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 0.09 ટકા છે. સાજા થનારાઓનો દર 98.71 ટકાએ પહોંચ્યો છે.
તો બીજી તરફ, ચીનમાં કોરોના મહામારી ફરી એકવાર પોતાના પગ પસારી રહી છે. ચીનમાં રવિવારે લગભગ બે વર્ષ પછી પહેલીવાર 3300 થી વધારે કેસ નોંધાયા છે. કેટલાય શહેરોમાં લોકોને ઘર બહાર નિકળવાની મનાઇ કરવામાં આવી છે. શાંધાઇમાં શાળાઓ બંધ કરી દેવાઇ છે. કેટલાય શહેરોમાં લોકડાઉન લગાવી દેવાયો છે. શેનઝેન શહેરમાં લોકડાઉન પછી 1.7 કરોડ લોકો પોતાના ઘરોમાં કેદ થઇ ગયો છે.
કોરોના બાબતે હોંગકોંગમાં હાલત સતત ખરાબ થઇ રહી છે. અધિકારીઓએ કોરોનાના 27674 નવા કેસોની પુષ્ટિ કરી છે. 87 લોકોનો મોત થયા છે. અત્યાર સુધીમાં અહીં 3729 લોકોના મોત થઇ ચૂકયા છે. વિએટનામ વિશ્ર્વમાં એવો બીજો દેશ છે જે કોરોનાની સુનામી સહન કરી રહ્યો છે. ત્યાં એક અઠવાડીયામાં 14 લાખથી વધારે દર્દીઓ મળી આવ્યા છે.