બેન્ક ખાનગીકરણ અંગે મોટી ખબર આવી છે. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમા રજૂ કરેલા બજેટમાં બે સરકારી બેન્કોના ખાનગીકરણની જાહેરાત કરી હતી તેમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયા, ઈન્ડીયન ઓવરસીઝ બેન્કનો સમાવેશ થતો હતો પરંતુ હવે કેન્દ્ર સરકારે તેમાં બેન્ક ઓફ ઈન્ડીયાને પણ સામેલ કરી છે.
શેર પ્રાઈસને આધારે જોવા જઈએ તો સેન્ટ્રલ બેન્ક અને ઈન્ડીયન ઓવરસિઝ બેન્કની માર્કેટ વેલ્યુ 44,000 કરોડની છે જેમાં ઈન્ડીયન ઓવરસિઝ બેન્કની માર્કેટ વેલ્યુ 31,641 કરોડ રુપિયા છે.
બજેટમાં એક વીમા કંપનીના પણ ખાનગીકરણની વાત કરવામાં આવી હતી. નીતિ આયોગને ખાનગીકરણ માટે જાહેર ક્ષેત્રની બે અને એક વીમા કંપનીના નામની પસંદગી કરવાનું કામ સોંપાયું હતું. નાણાકીય વર્ષ 2021-22 ના બજેટમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને ઈન્ડીયન ઓવરસિઝ બેન્કનું નામ લિસ્ટમાં સૌથી ઉપર છે.
સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓ અને નાણાકીય સંસ્થાનોમાં 1.75 લાખ કરોડ ભેગા કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જાહેર ક્ષેત્રની બે બેન્કો અને એક સાધારણ વીમા કંપનીનું ખાનગીકરણ કરવું સરકારના આ લક્ષ્યનો હિસ્સો છે. ખાનગીકરણ માટે નીતિ આયોગની નજર એવી 6 બેન્કો પર છે જે મર્જરમાં સામેલ નથી તેમાં બેન્ક ઓફ ઈન્ડીયા, ઈન્ડીયન ઓવરસિઝ બેન્ક, સેન્ટ્રલ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિંધ બેન્ક તથા યુકો બેન્ક સામેલ છે.