ઉમિયાધામ સિદસર મુકામે રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા. 3 એપ્રિલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોય, જેના ભાગરુપે તડામાર તૈયારી ચાલતી હોય જિલ્લા પ્રશાસન દ્વારા સ્થળ નિરિક્ષણ માટે જામનગર કલેકટર સૌરભ પારધી, ડીડીઓ મિહિર પટેલ, પ્રાંત અધિકારી, ડીવાયએસપી અને મામલતદાર તથા અન્ય અધિકારીઓએ મુલાકાત લીધી હતી. તેમની સાથે ઉમિયાધામ સંસ્થાના સંગઠન પ્રમુખ કૌશિકભાઇ રાબડીયા તથા કારોબારી સદસ્ય ભરતભાઇ અમૃતિયા કાર્યકરો સાથે સ્થળ નિરિક્ષણ કરી પ્રિપ્લાનિંગ અંગે ચર્ચા કરી હતી.