ખાનગી કંપનીમાં નોકરીમાં નોકરી કરતા કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે. રોજ બરોજ વધતી મોંઘવારી સામે EPFO અને સરકારની મોટી તૈયારીઓ થઈ રહી છે. સરકાર દ્વારા પ્રોવીડંન્ડ ફંડમાં યોગદાન આપતા કર્મચારીઓ માટે વધુ પેન્શન આપવાની તૈયારી થઈ રહી છે. શ્રમ મંત્રાલય અને કર્મચારી ભવિષ્ય નિધિમાં સંગઠન કર્મચારી પેન્શન યોજનાને વધુ સારી બનાવવા માટે તેમા સુધારો કરવા જઈ રહી છે.
હાલમાં EPS દ્વારા પેન્શનરોને 1000 રૂપિયાની ગેરંટી પેન્શન મળે છે અને વધતી મોંઘવારી જોતા તેને વધારવા માટે સૂચનો આપવામાં આવ્યા છે. જેમા ઉચ્ચ પેન્શન અને સુપ્રિમકોર્ટ દ્વારા તાજેતરમાં જ એક નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પેન્શન પર EPFO એ હાલમાં સંભવિત ખર્ચમાં વધારો કર્યો છે.
EPFOની હાલમાં ચાલતી યોજનામાં લઘુત્તમ અને આવશ્યક યોગદાનમાં કોઈ મેળ બેસતો નથી. એક ગણતરા મુજબ ઈપીએફઓના મેમ્બરે 1,000નું લઘુત્તમ માસિક પેન્શન મેળવવા માટે 10 વર્ષ સુધી પેન્શનપાત્ર સેવા સાથે સતત 10 વર્ષ સુધી દર મહિને ઓછામાં ઓછું 711 યોગદાન આપવું જોઈએ. 2021-22માં યોજનામાં યોગદાન આપતા 61.2 મિલિયન સભ્યોમાંથી, 34.7 મિલિયન સભ્યોએ પેન્શનમાં દર મહિને 700 કરતાં ઓછું યોગદાન આપ્યું હતુ.
અત્યારે આ યોજનાના નિયમો મુજબ વૈધાનિક વેતન મર્યાદા દર મહિને 15,000 છે, જેમાં સદસ્ય દ્વારા મહિને 1,250નુ યોગદાન હશે. અને પેન્શનરોની સંખ્યામાં અને પેન્શનના વિતરણમાં સતત વધારો થઈ રહ્યો છે. 31 માર્ચ, 2022 સુધીમાં ઇપીએસમાં રુપિયા 6.89 ટ્રિલિયનના ભંડોળ સાથે લગભગ 7.3 મિલિયન પેન્શનરો હતા. વર્ષ 2016-17માં તેમા લગભગ 86.41% નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વર્ષ 2021-22માં પેન્શન અને ઉપાડનો લાભ મેળવેલાઓમાં 20,922 કરોડ અને 2020-21માં 20,378 કરોડનો ઉપાડ થયો હતો.