જામનગર સહિત દેશભરમાં 15મી ઓગસ્ટની આન-બાન અને શાનથી ઉજવણી કરવામાં આવશે. ઠેર-ઠેર ધ્વજવંદન તેમજ દેશભક્તિના કાર્યક્રમોનું આયોજન થશે. ત્યારે જામનગર પોલીસ વિભાગ પણ દરવર્ષની જેમ આ વર્ષે પરેડ રજૂ કરનાર હોય, હાલમાં પરેડની તૈયારીમાં વ્યસ્ત થયો છે.
જામનગર પોલીસ વિભાગ દ્વારા 15મી ઓગસ્ટની ઉજવણીને ધ્યાને લઇ પરેડની પ્રેક્ટિશ તથા રિહર્સલ સહિતની તૈયારી હાથ ધરી છે. મહિલા પોલીસ સહિતનો સ્ટાફ હાલમાં પરેડની તૈયારી કરી રહ્યો છે. તેમજ બેન્ડ પાર્ટી પણ 15મી ઓગસ્ટની ઉજવણી માટે સજ્જ થઇ રહી છે.