જામનગર મોટી હવેલીના પરમ પૂજય વલ્લભાચાર્યજીના આત્મજના શુભ વિવાહ પ્રસ્તાવ અંગે તડામાર તૈયારી ચાલી રહી છે. લગ્નોત્સવ માટેની રવિવારે મિટિંગ યોજાઈ હતી. જેમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી.
જામનગરની મોટી હવેલીના પરમ પૂજય વલ્લભાચાર્યજીના આત્મજ પર પરમપૂજય રસાદ્રરાયજી મહોદયના શુભ વિવાહ પ્રસ્તાવ અનુસંધાને કાર્યકરોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ વિવાહ પ્રસ્તાવ માટે અલગ અલગ 30થી વધુ કમિટીની રચના કરવામાં આવી છે. જામનગર વલ્લભકુળના આંગણે 27 વર્ષ પછી આવતા બાવાશ્રીના શુભ વિવાહ પ્રસંગને અનેરો ઉત્સાહ છવાયો છે. આ શુભ વિવાહ પ્રસંગને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રવિવારે યોજાયેલી મિટિંગમાં તમામ સમિતિના હોદ્ેદારોને કંકોત્રી તથા બીલાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરમ પૂજય વલ્લભાચાર્યજી અધ્યક્ષતામાં યોજાયેલી મિટિંગમાં જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ દિનેશભાઈ મારફતિયા, મનમોહનભાઈ સોની, વિપુલભાઈ , ચેતનભાઈ માધવાણી, જામનગર લોહાણા સમાજના ભરતભાઈ મોદી, મિતેશભાઈ લાલ, નિરજભાઈ દત્તાણી, રાજુભાઈ મારફતિયા સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વૈષ્ણવ સમિતિના સદસ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.